ENTERTAINMENT

‘તારક મહેતા’વાળી સોનુએ છાનામાના કર્યા લગ્ન? લોકોએ કહ્યું- હવે ટપ્પુનું…

  • તારક મહેતાની સોનુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો
  • ફેન્સે એવો દાવો કર્યો કે ઝિલ મહેતાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
  • ઝિલ મહેતા કપાળ પર સિંદૂર લગાવતી પણ જોવા મળી હતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુની ભૂમિકા ભજવીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ અને ફરી એકવાર ચર્ચામાં આવી છે. હકીકત ઝિલ મહેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેના પછી અભિનેત્રીના લગ્નની અફવાઓ જોરમાં છે.

ઝિલ મહેતાએ કર્યા લગ્ન?

ઝિલ મહેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં ઝિલ મહાતાએ સુંદર લાલ સાડી પહેરી છે. આ સિવાય તે કપાળ પર સિંદૂર લગાવતી પણ જોવા મળી હતી.

આ વીડિયો શેર કરતી વખતે ઝિલ મહેતાએ લખ્યું હતું કે તે વર્ષ 2024ની શ્રેષ્ઠ કન્યા બનવાની પ્રેક્ટિસ કરી રહી છે. વીડિયોમાં અભિનેત્રી અલગ-અલગ પ્રકારના પોઝ આપી રહી છે. ફેન્સ પણ અભિનેત્રીના લુકના દિવાના થઈ ગયા છે અને તેને વારંવાર પૂછી રહ્યા છે કે તે ક્યારે લગ્ન કરી રહી છે. આ સિવાય કેટલાક ફેન્સે એવો પણ દાવો કર્યો હતો કે ઝિલ મહેતાએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

ઝિલ મહેતાના વિડિયો પર ફેન્સે આપી પ્રતિક્રિયા

ઝિલ મહેતાનો વિડિયો જોઈને ફેન્સનું દિલ તૂટી ગયું હતું. એક પ્રશંસકે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, ‘તમે લગ્ન ક્યારે કર્યા?’ અન્ય યુઝરે લખ્યું કે, ‘તે ખૂબ જ ચમકી રહી છે એવું લાગે છે કે તેણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.’ એકે લખ્યું હતું કે, ‘હવે ટપ્પુનું શું થશે કે તેં લગ્ન કરી લીધાં?’ આ રીતે લોકો કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઝિલ મહેતાએ આ વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. તેણે પોતે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આ માહિતી આપી હતી. જોકે અભિનેત્રીએ હજુ સુધી તેના લગ્નની તારીખ જાહેર કરી નથી. તેણીના વ્યવસાયિક જીવન વિશે વાત કરીએ તો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા પછી તેણીએ અભિનયને અલવિદા કહ્યું અને હવે તે પોતાનો વ્યવસાય સંભાળી રહી છે. આ સિવાય તે મેકઅપ આર્ટિસ્ટ પણ છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button