- ફોનને બંધ કરીને બેટરી કાઢી લો
- ફોનને ખોલીને ચોખાના ડબ્બામાં 24 કલાક રાખો
- બ્લૂટ્રૂથ હેડફોન કે યૂએસબીનો ન કરશો ઉપયોગ
વરસાદની સીઝન શરૂ થઈ છે આ સમયે અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. વરસાદમાં સૌથી વધારે ટેન્શન સ્માર્ટફોનનું રહે છે. વરસાદમાં ફોનને બચાવવા માટે અનેક લોકો ખાસ પાઉચ રાખે છે. અનેકવાર સેફ્ટી રાખ્યા બાદ પણ ફોન ભીનો થઈ જાય છે અને ખરાબ થાય છે. જો વરસાદમાં ફોન ભીનો થઈ જાય છે તો તમે કેટલીક સરળ ટિપ્સની મદદથી તેને ફરીથી ચાલુ કરીને ઉપયોગમાં લઈ શકો છો.
ફોનને તરત બંધ કરી દો
સ્માર્ટફોન પાણીમાં પલળી જાય તો તેને તરત જ ઓફ કરો. પાણી ફોનની અંદર જાય તો શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. યાદ રાખો કે ફોનને યૂઝ કરવાની કોશિશ ન કરો. કોઈ બટન દબાવીને ચેક પણ ન કરો. સૌ પહેલા ફોન બંધ કરો તે સમજદારીનું કામ છે.
બેટરીને કાઢી લો
ફોન પાણીમાં કે વરસાદમાં પલળી જાય તો તેની બેટરી કાઢી લો. તેનાથી ફોનમાં આવતો પાવર અટકી જશે. ફોનમાં નોન રિમૂવેબલ બેટરી છે તો તમે ફોનને ડાયરેક્ટ બંધ કરી લો. ફોનમાં નોન રિમૂવેબલ બેટરી હોય છે તો તેમાં શોર્ટ સર્કિટનો ખતરો વધે છે. આ પછી તમે ફોનને ફોન કવરમાંથી કાઢી લો. સિમકાર્ડ અને મેમરી કાર્ડને પણ કાઢી લો. આમ કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો ઘટશે. તમામ એક્સેસરીઝને કાઢ્યા બાદ તેને ટિશ્યૂ પેપર પર કે ન્યૂઝપેપરથી સાફ કરો. આમ કરવાથી તેની અંદરનો ભેજ ખતમ થઈ જશે.
ચોખાની વચ્ચે રાખો ફોન
ટિશ્યૂથી એક્સેસરીઝને સાફ કર્યા બાદ ચોખાની વચ્ચે રાખવું એ બેસ્ટ ઓપ્શન છે. ચોખા ભેજને ઝડપથી સૂકાવે છે. તમામ એક્સેસરીઝને ચોખામાં દબાવીને વાસણમાં રાખી લો. ફોનને ચોખામાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રાખો.
સિલિકા જેલ પેક ભેજ શોષે છે
સિલિકા જેલ પેક ચોખા કરતા વધારે ભેજને શોષે છે. તેનો વધારે ઉપયોગ ડબ્બા અને થર્મસમાં થાય છે. તે ભેજને ખતમ કરે છે. તે ફોનને સૂકવવામાં તમારી મદદ કરી શકે છે. આ માટે તમારે તેને ચોખામાં 24 કલાક રાખવો પડશે. તમે તેને હીટરની મદદથી સૂકવવાની ભૂલ ન કરો. તેનાથી સર્કિટને નુકસાન થઈ શકે છે.
સાથે રાખો વોટરપ્રૂફ પાઉચ
મોબાઈલને બચાવવા માટે તમે સાથે વોટરપ્રૂફ પાઉચ પણ રાખી શકો છો. કોઈ પણ ઓનલાઈન સાઈટ પર તે સરળતાથી મળે છે. તેની કિંમત ફક્ત 99 રૂપિયા હોય છે. આ નાની કિંમતમાં તમે હજારો રૂપિયાના ફોનને બચાવી શકો છો.
Source link