NATIONAL

Teerathgarh Waterfall: કુદરતના આ રૂપને પણ જોવા જેવુ, દિલ ખુશ થઇ જશે

  • પ્રકૃતિ પ્રેમીઓ માટે ચોમાસુ બેસ્ટ
  • ચોમાસામાં કુદરતી ધોધ જોવાનો અનેરો લ્હાવો
  • પ્રવાસીઓને આપે છે શાંત અને આનંદની લાગણી

છત્તીસગઢ જૈવવિવિધતા, પર્યાવરણ અને પર્વતોથી સમૃદ્ધ રાજ્ય છે. અહીં ઝરણા, ગુફાઓ, નદીઓ અને ધોધ પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ આ રાજ્યમાં તિરથગઢ વોટરફોલ છે, જે તેના સુંદર નજારાથી પ્રવાસીઓને આકર્ષે છે. જો તમને પણ જંગલો, ધોધ અને નદીઓ ગમે છે, તો તિરથગઢ ધોધ તમારા માટે ઉત્તમ છે.

આ ધોધ ક્યાં આવેલો છે

તિરથગઢ વોટરફોલ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં કાંગેર વેલી નેશનલ પાર્કમાં આવેલુ છે. આ મનોહર સ્થળ જગદલપુર વિસ્તારથી લગભગ 38 કિલોમીટરના અંતરે છે. ધોધની આસપાસ ફેલાયેલી વનસ્પતિ તેની સુંદરતામાં વધારો કરે છે. રાજધાની રાયપુરથી આ ધોધનું અંતર લગભગ 336 કિલોમીટર છે. આ ધોધ પ્રવાસીઓમાં કુદરતી રચનાઓથી ભરેલા સુંદર નજારા માટે ખૂબ જ પ્રખ્યાત છે.

અત્યંત રમણીય હોય છે વાતાવરણ

તિરથગઢ ધોધમાં પાણીનો પ્રવાહ દૂધ જેવો દેખાય છે. આ ધોધની ઉંચાઈ 300 ફૂટ છે. પહાડની કુદરતી રચનાઓ પર પડતા ધોધનું પાણી પ્રવાસીઓના મનને શાંતિથી ભરી દે છે. આ સ્થળ ફોટોગ્રાફીના શોખીન લોકો માટે યોગ્ય છે. સુંદર અને મોહક નજારોથી ઘેરાયેલા ધોધનો આહ્લાદક નજારો જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં ફોટોગ્રાફી માટે આ જગ્યા વધુ ખાસ બની જાય છે. અહીંનું વાતાવરણ ખૂબ જ રમણીય છે. પગથિયાવાળા ખડકો વચ્ચે પડતું પાણી જાણે કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હોય એવું લાગે છે.

પરફેક્ટ પિકનિક સ્પોટ

આ ધોધ મુનગા અને બહાર નદીઓ પર આવેલો છે. આ ધોધનું પાણી ચંદ્ર આકારની ટેકરી પરથી પડે છે, જેનો માત્ર અવાજ જ વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ કરાવે છે. કાંગેર નેશનલ પાર્કમાં સ્થિત આ ધોધ ચારે બાજુથી ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. પ્રવાસીઓ માટે આ એક પરફેક્ટ પિકનિક સ્પોટ છે. પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ માટે આ સ્થળ ખૂબ જ આકર્ષક છે. ધોધની નજીક ભગવાન શિવ અને પાર્વતીને સમર્પિત એક મંદિર છે, જે પ્રવાસીઓને આકર્ષે છે. આ સુંદર જગ્યાને માણવા હજારો પ્રવાસીઓ આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button