AMC સંચાલિત બગીચાઓ અને બગીચા વિભાગને લગતી કામગીરી માટે રૂપિયા 13 કરોડના કામ મંજૂર કરાયા છે. અત્યાર સુધી એક કે બે કોન્ટ્રાક્ટરોને કામ સોંપાતું હતું, પરંતુ દબાણ વધતાં હવે કોન્ટ્રાક્ટ આપવાની સ્ટાઇલ બદલાઇ હોવાનું મનાય છે.
નવી સ્ટાઇલ મુજબ પ્રત્યેક કોન્ટ્રાક્ટરોને કામની વહેંચણી કરી દેવાઈ છે. રોડ કે ડ્રેનેજ કે બગીચા સહિતની કામગીરીમાં આ સિસ્ટમ જ શરુ કરી દેવાઇ છે. તાજેતરમાં મ્યુનિ. ગાર્ડન વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ વિવિધ ગાર્ડનમાં ઝાડ રોપવા, કાપવા, નર્સરીમાં છોડ મૂકવા, જમીન લેવલિંગ કરવા, સફાઈ કરવા સહિતના કામો માટે મજૂરો લેવા માટે ગાર્ડન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી, જેમાં ત્રણેય કોન્ટ્રાક્ટરોને સાતેય ઝોનની કામગીરી સોંપાઈ છે. 9.98 ટકાનો ભાવ વધારો અપાયો છે. સાતેય ઝોનના ગાર્ડનમાં 8 કલાકની શિફ્ટ રહેશે.
દર વખતે કોન્ટ્રાક્ટરો દ્વારા એક સરખા ભાવ વધારાથી લઇને વધારે ભાવ આપવાની રિંગ ગોઢવવામાં આવે છે. તેમ ફરીથી તે રીતે રિંગ ગોઠવવામાં દરેક કોન્ટ્રાક્ટરને 9.98 ટકા જ વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મુકાઇ હતી. અધિકારીઓએ આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાવી દેવાયું છે. બે કોન્ટ્રાક્ટરોને બે-બે જગ્યાએ અને એક કોન્ટ્રાક્ટરને એક જગ્યાએ કામગીરી સોંપવાની મંજૂરી અપાઇ હતી. કોન્ટ્રાક્ટરને લઇને વિવાદ થયો છે. મ્યુનિ. વિપક્ષે કહ્યું કે, મ્યુનિ.સત્તાપક્ષ દ્વારા વિવિધ કોન્ટ્રાક્ટમાં ખોટી રીતે ભાવ વધારો અપાય છે. શાસકપક્ષને કોઇ પુછનાર નથી. એટલે મને ફાવે તે રીતે ગણતરી કર્યા વગર અપાતા ભાવ વધારા સામે વિપક્ષ દ્વારા બોર્ડ મિટીંગમાં સતત વિરોધ કરાય છે. આમ છતાં મ્યુનિ. સત્તાપક્ષના હોદ્દેદારો લોકોના નાણાંનો વ્યય કરી રહ્યા છે.
Source link