એક સેટમાં પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને કાર્લોસ અલ્કારાઝે વિશ્વના પ્રથમ ક્રમાંકિત જાનિક સિનરને હરાવીને કારકિર્દીમાં પ્રથમ વખત ચાઇના ઓપન એટીપી ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું. અલ્કારાઝે ફાઇનલ મુકાબલાને 6-7 (6-8), 6-4, 7-6 (7-3)ના સ્કોરથી જીત્યો હતો. તેણે ચાલુ વર્ષે ચોથું અને ઓવરઓલ 16મું ટાઇટલ જીત્યું છે.
મેન્સ સિંગલ્સમાં બીજા ક્રમાંકની નજીક પહોંચેલા અલ્કારાઝે ફાઇનલ સેટના ટાઇબ્રેકરમાં એક સમયે 3-0થી પાછળ રહ્યા બાદ સતત સાત પોઇન્ટ જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ફાઇનલ મુકાબલો ત્રણ કલાક 21 મિનિટ સુધી રમાયો હતો. આ સાથે સિનરના સતત 14 વિજયનો રથ પણ અટકી ગયો હતો. ઇટાલિયન ખેલાડી સિનર છેલ્લા કેટલાક વખતની તેની સામે થયેલા ડોપિંગના આક્ષેપોના કારણે તનાવમાં રહ્યો છે.
Source link