અમેરિકાની ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન કોકો ગોફે ડબ્લ્યૂટીએ ફાઇનલની સેમિફાઇનલમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત બેલારુસની આર્યના સબાલેન્કોને હરાવીને 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. તેણે સિઝનની છેલ્લી મેજર ઇવેન્ટની ફાઇનલમાં પહોંચતા પહેલાં વિશ્વની પ્રથમ અને બીજી ક્રમાંકિત ખેલાડી ઇગા સ્વિયાતેકને હરાવી હતી.
છેલ્લે 2002માં બેલ્જિયમન કિમ ક્લાઇસ્ટર્સે અમેરિકન સિસ્ટર્સ સેરેના અને વિનસ વિલિયમ્સને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. ફાઇનલમાં કોકો ગોફનો મુકાબલો ચીનની ઝેંગ કિનવેન સામે થશે. સેમિફાઇનલમાં 11માંથી છ બ્રેક પોઇન્ટ પોતાની તરફેણમાં કરનાર ગોફ એક કલાક 49 મિનિટ સુધી રમાયેલી મેચમાં સબાલેન્કોને 7-6 (4), 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરનાર યંગેસ્ટ પ્લેયર પણ બની હતી. છેલ્લે 2010માં કેરોલિના વોઝનિયાકી ફાઇનલમાં પહોંચનાર યંગેસ્ટ પ્લેયર હતી. અન્ય સેમિફાઇનલમાં કિનવેને ઝેંગે આઠમી ક્રમાંકિત બારબોરા ક્રેજસિકોવાને 6-3, 7-5થી હરાવી હતી. 2004 બાદ બે યંગેસ્ટ પ્લેયર ફાઇનલમાં પહોંચી છે. છેલ્લે 2004માં શારાપોવાએ સેરેનાને હરાવી હતી.
Source link