પ્રત્યેક સેટના અંત ભાગમાં શાનદાર રમતનું પ્રદર્શન કરીને વિશ્વના પ્રથમ ક્રમાંકિત જાનિક સિનરે ટેલર ફિત્ઝને 6-4, 6-4થી હરાવીને વર્ષના અંતમાં રમાતી છેલ્લી મેજર ટેનિસ ટૂર્નામેન્ટ એટીપી ફાઇનલ્સની સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. સપ્ટેમ્બરમાં સિનરને અમેરિકન ખેલાડી ફિત્ઝ સામેની મેચમાં સ્થાનિક સમર્થકોના સમર્થન સામે સંઘર્ષ કરવો પડયો હતો.
તેણે યુએસ ઓપનની ફાઇનલમાં પણ સીધા સેટમાં વિજય મેળવ્યો હતો. જોકે આ વખતે તુરિનના ટેનિસ સમર્થકો ઇટાલિયન ખેલાડી સિનરની તરફેણમાં હતા. ટેલર ફિત્ઝને 14મી મિનિટે સાતમી ગેમમાં પ્રથમ બ્રેક પોઇન્ટ મળ્યો હતો પરંતુ તેનો તે ફાયદો ઉઠાવી શક્યો નહોતો. સિનરે પણ આગામી ગેમમાં ત્રણ બ્રેક પોઇન્ટ ગુમાવ્યા હતા. જોકે તણે 10મી ગેમમાં 15 પોઇન્ટ સુધી પહોંચીને સેટ પોતાના નામે કલી લીધો હતો. બીજા સેટમાં પણ 10 ગેમ સુધી બંને ખેલાડીએ પોતપોતાની સર્વિસ જાળવી રાખી હતી. ફિત્ઝે સિનરના પ્રથમ મેચ પોઇન્ટ ઉપર ડબલ ફોલ્ટ કર્યો હતો. વિજયની સાથે સિનર ઇલી નાસ્તાસે ગ્રૂપમાં ટોચના ક્રમે પહોંચી ગયો છે અને તેનો આગામી મુકાબલો હવે ડેનિલ મેડવેડેવ સામે થશે. ફિત્ઝનો મુકાબલો એલેક્સ ડી મિનોર સામે થશે જે પોતાની બંને મેચ હારી ચૂક્યો છે.મેડવેડેવે ડી મિનોરને 6-2, 6-4થી હરાવ્યો હતો.
Source link