ગ્લેમરસ ટેનિસ ખેલાડીઓમાંની એક અને પાંચ ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલી રશિયાની મારિયા શારાપોવા અને મેન્સ ડબલ્સમાં બોબ અને માઇક બ્રાયન બંધુઓનો ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રાયન બંધુઓએ એક જોડી તરીકે વિક્રમી 16 ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યા છે.
ન્યૂપોર્ટ, રોડ આઇલેન્ડ ખાતે 2025ના હોમ ઓફ ફેમની જાહેરાત કરવામાં આવી હતી. શારાપોવા પોતાની કારકિર્દી દરમિયાન ચાર મેજર ગ્રાન્ડસ્લેમમાંથી પ્રત્યેકમાં એક-એક વખત ચેમ્પિયન બની છે અને તે ટેનિસ ઇતિહાસમાં કરિયર ગ્રાન્ડસ્લેમ પૂરો કરનાર 10 મહિલા ખેલાડીઓમાં સામેલ છે. તે પ્રથમ સ્થાને પહોંચનાર રશિયાની પ્રથમ મહિલા ખેલાડી પણ હતી. 2020માં તેણે 32 વર્ષની વયે પ્રોફેશનલ ટેનિસને અલવિદા કરી દીધી હતી. 15 વર્ષ સુધી પોતાના ગ્લેમર માટે ચર્ચાનું કેન્દ્ર બનેલી શારાપોવાએ 15 મહિના ડોપિંગના કારણે પ્રતિબંધનો સામનો પણ કર્યો હતો અને ડાબા ખભામાં ઘણી સર્જરી પણ કરાવી હતી. શારાપોવાએ પ્રાઇઝ મની કરતાં જાહેરખબરો દ્વારા અઢળક કમાણી કરી હતી. તેણે 2012ની ઓલિમ્પિકની વિમેન્સ સિંગલ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાં શારાપોવા ડોપિંગમાં ફસાઈ હતી.
Source link