ભારતનો ટેનિસ સ્ટાર સુમિત નાગલનું ખરાબ પ્રદર્શન શાંઘાઈ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં પણ જારી રહ્યું હતું. બુધવારે તેને પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. 27 વર્ષીય ભારતીય ખેલાડી ચીનના વૂ યિબિંગનો સામનો કરી શક્યો નહોતો અને તેનો 6-3, 6-3ના સ્કોરથી પરાજય થયો હતો.
નાગલ ઓગસ્ટ મહિનામાં રમાયેલા યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં નેધરલેન્ડ્સના ટાલોન ગ્રિક્સપુર સામે હારી ગયો હતો. આ મેજર ઇવેન્ટ બાદ નાગલ પ્રથમ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો. નાગલ તાજેતરમાં સ્વીડન સામેના ડેવિસ કપ મુકાબલામાં રમ્યો નહોતો જેના કારણે ઓલ ઇન્ડિયા ટેનિસ ફેડરેશન સાથે તેનો વિવાદ થયો હતો.
Source link