SPORTS

Tennis: કાર્લોસ અલ્કારાજને હરાવીને થોમસ મચાકે મેજર અપસેટ સર્જ્યો

વિશ્વના બીજા ક્રમાંકિત સ્પેનના કાર્લોસ અલ્કારાજને ક્વાર્ટર ફાઇનલમાં થોમસ મચાકે હરાવીને શાંઘાઇ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જ્યો હતો. વિશ્વમાં 33મો ક્રમાંક ધરાવતા થોમસે ભારે સંઘર્ષ બાદ અલ્કારાજને 7-6 (7-5), 7-5થી હરાવ્યો હતો. પ્રથમ સેટમાં ચેક રિપબ્લિકના ખેલાડીઓ અલ્કારાજને સતત દબાણ હેઠળ રાખ્યો હતો.
લગભગ એક કલાક સુધી રમાયેલા પ્રથમ સેટના ટાઇબ્રેકરમાં અલ્કારાજ બે બ્રેક પોઇન્ટનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અંતિમ-4ના મુકાબલામાં થોમસનો મુકાબલો વિશ્વના પ્રથમ ક્રમાંકિત જાનિક સિનર સામે થશે જેણે બીજી ક્વાર્ટર ફાઇનલમાં કોઇ પણ મુશ્કેલી વિના ડેનિલ મેડવેડેવને 6-1, 6-4થી પરાજય આપ્યો હતો. સિનરે મેચ જીતવા માટે એક કલાક 24 મિનિટનો સમય લીધો હતો. રાઉન્ડ-16ના અન્ય મુકાબલામાં જાકુબ મેનસિકે ગ્રિગોર ડિમિટ્રોવને 6-3, 3-6, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને તેનો હવે મુકાબલો વિશ્વના ચોથા ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચ સામે થશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button