SPORTS

Tennis: વિમ્બલ્ડન ચેમ્પિયન બારબોરા US OPENમાંથી બહાર થઈ

  • 32 ડિગ્રી ટેમ્પરેચરથી ખેલાડીઓ અકળાયા, વિમેન્સ સિંગલ્સમાં કોકો ગોફ,
  • સ્વિટોલિના અને એલિસ મર્ટેન્સે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
  • મેન્સ સિંગલ્સમાં ટેલર ફિત્ઝ, જિરી લેહેકા તથા આન્દ્રેઇ રુબલેવની પણ આગેકૂચ જારી રહી

ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે તાજેતરમાં રમાયેલા વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનેલી બારબોરો ક્રેઝસિકોવા યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં એલેના ગેબ્રિયેલા રુસે સામે 4-6, 5-7થી હારીને ગ્રાન્ડસ્લેમમાંથી બહાર થઈ ગઈ હતી. આઠમી ક્રમાંકિત બારબોરા પેરિસ ઓલિમ્પિક બાદ એક પણ પ્રોફેશનલ મેચ રમી નથી.

રુસેનો આગામી મુકાબલો 26મી ક્રમાંકિત પાઉલા બડોસા સામે થશે જેણે અમેરિકાની ટેલર ટાઉનસેન્ડ્સને 6-3, 7-5થી પરાજય આપ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં એક પણ ખેલાડી 2012માં સેરેના વિલિયમ્સન બાદ એક જ વર્ષમાં વિમ્બલ્ડન અને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ જીતી શકી નથી.મેન્સ સિંગલ્સમાં ફ્રાન્સિસ ટિયાફોએ 32 ડિગ્રી ટેમ્પરેચરની વચ્ચે એલેકઝાન્ડર શેવચેન્કો સામે પ્રથમ બે સેટ જીતી લીધા હતા પરંતુ ત્રીજા સેટ પહેલાં શેવચેન્કોએ કોર્ટ છોડી દીધો હતો. 13મા ક્રમાંકિત શેલ્ટને રોબર્ટો બાતિસ્તા એગુટને 6-3, 6-4, 6-4થી હરાવ્યો હતો અને તેનો આગામી મુકાબલો ટિયાફો સામે થશે જેને ગયા વર્ષે તેણે ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યો હતો.

અમેરિકાના ટેલર ફિત્ઝે માતેઓ બેરેટિનીને 6-3, 7-6, 6-1થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. બ્રેન્ડન નાકાશિમાએ આર્થરે કેજેક્સને હરાવ્યો હતો. જિરી લેહેકાએ મિચેલ ક્રૂગરને 6-7, 0-6, 6-4, 6-4, 7-5થી હરાવ્યો હતો. તેનો સામનો આઠમા ક્રમાંકિત આન્દ્રેઇ રુબલેવ સામે થશે જેણે આર્થર રિન્ડરનેશ સામે 4-6, 5-7, 6-1, 6-2, 6-2થી વિજય મેળવ્યો હતો.વિમેન્સ સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોકો ગોફે ટી મારિયાને 6-4, 6-0થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેનો સામનો 27મી ક્રમાંકિત ઇલેના સ્વિટોલિના સામે થશે. અમેરિકાની મેડિસન કીસે માયા જોઇન્ટને 6-4, 6-0થી હરાવી હતી. એલિસ મર્ટેન્સે એલા ટોમજાનોવિચને 6-3, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button