NATIONAL

Baba Siddique હત્યા કેસમાં 10મા આરોપીની ધરપકડ, શૂટરોને આપ્યા હતા હથિયાર

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે હવે 10મા આરોપીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીની નવી મુંબઈના બેલાપુરથી ધરપકડ કરી છે. 32 વર્ષનો આરોપી ભગવત સિંહ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકી પર હુમલાના દિવસ સુધી આરોપી ભગવત સિંહ મુંબઈના BKC વિસ્તારમાં છુપાયેલો હતો.

12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની કરવામાં આવી હતી હત્યા

પોલીસે રવિવારે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી ભગવત સિંહને 26 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, 12 ઓક્ટોબરે દશેરાની રાત્રે પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

આરોપીઓએ સિદ્દીકી પાસેથી 50 લાખની કરી હતી માગણી

આ પહેલા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીઓએ હત્યાના એક દિવસ પહેલા બાબા સિદ્દીકી પાસેથી 50 લાખ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ બાબા સિદ્દીકીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. જે બાદ બાબા સિદ્દીકીના પ્રભાવને જોઈને આરોપીઓ પણ પાછળ હટી ગયા.

પાંચેય આરોપીઓનું કામ શૂટરોને લોજિસ્ટિક સપોર્ટ આપવાનું હતું

પોલીસે જણાવ્યું કે, મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા પાંચેય આરોપીઓનું કામ શૂટરોને લોજિસ્ટિક સપોર્ટ આપવાનું હતું. આ માટે તેને 5 લાખ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા. તેમની ઓળખ સંભાજી કિસન પારધી, પ્રદીપ દત્તુ થોમ્બરે, ચેતન દિલીપ પારધી, નીતિન ગૌતમ સપ્રે અને રામ ફુલચંદ કનોજિયા તરીકે થઈ હતી. સપ્રે ડોમ્બિવલીનો હતો, પારધી થોમ્બરેનો હતો અને પારધી થાણે જિલ્લાના અંબરનાથનો હતો.

લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન બહાર આવ્યું

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, સપ્રેની આગેવાની હેઠળના મોડ્યુલે બાબા સિદ્દીકીની હત્યા માટે મધ્યસ્થી પાસેથી રૂ. 50 લાખની માંગણી કરી હતી, પરંતુ સોદો સાકાર થયો ન હતો અને તેઓ પીછેહઠ કરી ગયા હતા. પોલીસે વધુમાં કહ્યું કે, સપ્રેની આગેવાની હેઠળનું મોડ્યુલ ફાયરિંગ સુધી માસ્ટરમાઇન્ડ મોહમ્મદ જીશાન અખ્તર અને શુભમ લોંકરના સતત સંપર્કમાં હતું. શુભમ અને અખ્તરે લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે મધ્યસ્થી તરીકે શું કામ કર્યું? પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે શુભમ લોંકરે પૈસા પૂરા પાડ્યા હતા અને પૈસા આરોપીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button