GUJARAT

Surendranagarના વઢવાણમાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યકમ યોજાયો

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચીત ન રહે તેમજ સામાન્ય – છેવાડાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં દસમાં તબક્કાનો “સેવા સેતુ કાર્યક્રમ” નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાણગઢ ગામ ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૧૮૦૭ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ લીધો લાભ
આ કાર્યક્રમ થકી રૂપાવટી, વેળાવદર, ખોડુ, નગરા, કટુડા, લટુડા, ભદ્રેશી, ચમારજ, અઘેલી, ખમીસણા, મુંજપર(પરમાર), ખેરાળી, પ્રાણગઢ સહીત કુલ ૧૩ જેટલા ગામોના લાભાર્થીઓએ સરકારી યોજનાઓના લાભો ઘર આંગણે મેળવ્યા હતા. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
લોકોની સમસ્યાનું આવ્યું નિરાકરણ
આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગને લગતા ૬૮૭, ૭/૧૨,૮-અ ના પ્રમાણપત્ર ૬૨, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી- નામ દાખલ – રદ કરવા માટે ૬૫૭ અરજી, આવકના દાખલા માટે ૮૫ અરજી, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ માટે ૧૫ અરજી, જનધન ખાતા માટે ૧૮ અરજી સહીત જુદી જુદી કુલ ૧૮૦૭ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત ૨૦૦ લોકોને મેડીસીન સારવાર તેમજ ૫૫ લોકોને સર્જિકલ સારવાર આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગામનાં સરપંચો,પદાધિકારીઓ, નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ માટે આ કાર્યક્રમમાં મામલતદાર પી.એમ.અટારા, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શિરોયા સહિત સંબધિત વિભાગનાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button