શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્ર્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176 મો વાર્ષિક પાટોત્સવ નિમિતે તારીખ 21-10-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સવારે 5:00 કલાકે મંગળા આરતી પ.પૂ.પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા 7:00 કલાકે શણગાર આરતી, પ.પૂ શાસ્ત્ર્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મારુતિયજ્ઞની પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવી હતી.
આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રાદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 176મો વાર્ષિક પાટોત્સવ છે ત્યારે પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ આશીર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ. સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવા 5.પૂ.સ.ગુ.કો.શા.શ્રી સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી- વડતાલની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ સંવત-2080ના આસો વદ-5, તા.21-10-2024, સોમવારના રોજ ધામધૂમથી ઉજવાયો હતો.
પરમ પૂજ્ય શાસ્ત્ર્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન તા. 19-10-2024 શનિવારથી 21-10-2024, સોમવાર દરમિયાન રાખવામા આવી હતી. સમગ્ર મંદિર પરિસરને સુશોભન તેમજ રોશનીથી શણગારવામાં
આવ્યું હતું.
આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાના 176મા પાટોત્સવ નિમિત્તે હનુમનાજીને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ, ઓર્કિડ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.
આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજ એવા સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફ્ળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રાવણ એવા બ્રહ્મનિષ્ઠસંતોના દર્શન-આશીર્વચન એવા મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી.
Source link