ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ના સીક્વલની જાહેરાત, આ અભિનેત્રીને ફાઈનલ કરાઈ

અનુપમ ખેરની 2006માં આવેલી ‘ખોસલા કા ઘોસલા’ બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. હવે 19 વર્ષ પછી આ સુપરહિટ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ ફિલ્મને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હુમા કુરેશીને આ ફિલ્મ માટે ફાઇનલ કરી લેવામાં આવી છે.
હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
એક રિપોર્ટના અનુસાર હુમા કુરેશીએ આ ફિલ્મની સ્ટોરી સાંભળતાની સાથે જ તેણે તરત જ સંમતિ આપી દીધી. આ ફિલ્મમાં હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ડાયરેક્ટર દિબાકર બેનર્જી મૂળ ફિલ્મની જેમ આ સિક્વલનું દિગ્દર્શન કરશે.
ફિલ્મ 2026મા રિલીઝ કરાશે
આ ફિલ્મ પર હાલ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2025ના રોજ શરૂ કરવાની યોજના છે. તેમજ ફિલ્મને 2026મા રિલીઝ કરવામાં આવશે. 2026માં મૂળ ફિલ્મની રિલીઝને 20 વર્ષ પુરા થશે. ખોસલા કા ઘોસલા અનુપમ ખેરની કારકિર્દીની ટોપની ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. કુરેશીએ આ ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે. તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી લીધી છે અને ફિલ્મનો હિસ્સો બનવા તૈયાર છે.
કુરેશી હાલ આ ફિલ્મોને લઈ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે હુમા કુરેશી આ દિવસોમાં ‘જોલી એલ.એલ.બી 3’, વેબ સિરીઝ ‘મહારાની 4’ અને યશ સ્ટારર ‘ટોક્સિક’ માટે ચર્ચામાં છે.