ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. આ સિરીઝની પહેલી મેચ 06 ફેબ્રુઆરીએ રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે.
આ સિરીઝ પછી તરત જ, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમશે, તેથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમની તૈયારીઓને મજબૂત બનાવવાની આ છેલ્લી તક હશે. ટીમ ઈન્ડિયા વનડે સિરીઝ પહેલા ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝ પણ રમશે. જેના માટે ભારતે પહેલાથી જ પોતાની ટીમની જાહેરાત કરી દીધી હતી.
ટીમ ઈન્ડિયા લાંબા સમય પછી રમશે વનડે
ટીમ ઈન્ડિયાએ તાજેતરના ભૂતકાળમાં T20 અને ટેસ્ટ ફોર્મેટમાં ઘણી ક્રિકેટ મેચ રમી છે. જ્યારે ODI ક્રિકેટની વાત આવે છે, ત્યારે ભારતીય ટીમે તેની છેલ્લી ODI મેચ 7 ઓગસ્ટના રોજ રમી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા તે ODI સિરીઝ 2-0 થી હારી ગઈ હતી. આ પરિસ્થિતિમાં, ભારતીય ટીમને ODI મેચ રમ્યાને ઘણો સમય થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં પોતાની ભૂલો પર કામ કરવા માંગશે. જે તેને શ્રીલંકા સિરીઝ દરમિયાન કર્યું હતું.
મેચ ક્યારે અને ક્યાં રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી મેચ 9 ફેબ્રુઆરીએ બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્રીજી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. દરમિયાન, મોહમ્મદ શમી ભારતના બોલિંગ યુનિટમાં પાછો ફર્યો છે. તેને પોતાની છેલ્લી ODI મેચ 2023 ODI વર્લ્ડકપ ફાઈનલમાં રમી હતી.
ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા.
Source link