BUSINESS

આ કંપનીને લાગ્યો મોટો ઝટકો, ઈન્કમટેક્સે આપી 963 કરોડની નોટિસ, જાણો કેમ?

  • હિન્દુસ્તાન યુનિલિવરને આવકવેરા વિભાગ તરફથી 962.75 કરોડ રુપિયાની ટેક્સ નોટિસ મળી છે
  • કંપની આ આદેશો સામે અપીલ કરી શકે છે.
  • નોટિસ મળ્યા બાદ આજે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે

રોજિંદા પ્રોડક્ટનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી એફએમજીસી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને મોટો ઝટકો લાગ્યો છે. HULને આવકવેરા વિભાગ તરફથી ટેક્સ નોટિસ મળી છે. હિન્દુસ્તાન યુનિલિવરને આવકવેરા વિભાગ તરફથી 962.75 કરોડ રુપિયાની ટેક્સ નોટિસ મળી છે. આમાં રૂ. 329.3 કરોડનું વ્યાજ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે દેશની અગ્રણી FMCG કંપનીને નોટિસ કેમ મળી?

કેમ મળી નોટિસ?

સોમવારે એક્સચેન્જ ફાઈલિંગ મુજબ HULને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ રકમ TDS ના નોન ડિડક્શન પર લગાવવામાં આવી છે. ટેક્સ ડિમાન્ડ GSK ગ્રૂપની સંસ્થાઓ પાસેથી ભારત HFD IPR ના સંપાદન સંબંધિત ચૂકવણીઓ માટે રૂ. 3,045 કરોડનું રેમિટન્સ કરતી વખતે TDS ની ચૂકવણી ન કરવા માટે મોકલવામાં આવી છે. 2018માં, હિન્દુસ્તાન યુનિલિવરે જીએસકે પાસેથી રૂ. 3,045 કરોડમાં હોર્લિક્સ બ્રાન્ડ હસ્તગત કરી હતી. જેમાં ભારત, બાંગ્લાદેશ અને 20 થી વધુ દેશોનો સમાવેશ થાય છે. આ એક્વિઝિશન દ્વારા, બૂસ્ટ, માલ્ટોવા અને વિવા જેવી અન્ય GSKCH બ્રાન્ડ્સ પણ HULના પોર્ટફોલિયોમાં સામેલ થઈ હતી.

HUL નોટિસ સામે કરશે અપીલ

કંપનીના જણાવ્યા મુજબ પહેલા પણ આવા ઘણાં ઉદાહરણો છે જેમાં ઈંટેંજિબલ એસેટની ઓરિજન લોકેશન તેના માલિકના લોકેશન સાથે જોડાયેલી હોય છે. તેથી, આવી ઈંટેંજિબલ એસેટના વેચાણથી થતી આવક પર ભારતમાં ટેક્સ લાદી શકાય નહીં.

કંપની આ ઓર્ડર સામે અપીલ કરશે. કંપનીએ કહ્યું કે તેની પાસે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી ડિમાન્ડને રિકવર કરવા માટે અધિકાર છે.

જાણો શું છે શેરની સ્થિતિ

કંપનીને નોટિસ મળ્યા બાદ આજે હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનો શેર આજે દોઢ ટકાથી વધુના ઘટાડા સાથે રૂ.2,777.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આજે કંપનીના શેર રૂ.2806ના સ્તરે ખૂલ્યા હતા. ત્યાર બાદ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button