- આઈસ્ક્રીમના 16, ટી-કોર્નરના 1 સ્ટોલને મંજૂરી
- તંત્રએ લોકમેળાને લઇ વ્યવસ્થાઓ કરી જાહેર
- રમકડાના 140, ખાણીપીણીના 32 સ્ટોલને મંજૂરી
રાજકોટના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં લોકમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે. તંત્રએ લોકમેળાને લઇ વ્યવસ્થાઓ જાહેર કરી છે. તેમાં રમકડાના 140, ખાણીપીણીના 32 સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે. આઈસ્ક્રીમના 16, ટી-કોર્નરના 1 સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે.
નાની ચકરડીના 15, 31 મોટી રાઇડ્સેને મંજૂરી આપી
નાની ચકરડીના 15, 31 મોટી રાઇડ્સેને મંજૂરી આપી છે. જેમાં મોટી રાઇડ્સ માટે ફિટનેસ સર્ટી ફરજિયાત છે. મેળા માટે રૂપિયા 10 કરોડોનો વીમો પણ લેવામાં આવ્યો છે. તેમજ મેળામાં 5 એમ્બ્યુલન્સ, 5 ફાયર ફાઈટર સ્ટેન્ડબાય રહેશે. રાત્રીના 11:30 વાગ્યે મેળામાં એન્ટ્રી બંધ કરાશે. 1266 પોલીસ, 125 પ્રાઈવેટ સિક્યુરિટી તૈનાત રહેશે. 14 વોચ ટાવર, 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ રહેશે. રાજકોટના લોકોમેળા તંત્રે વ્યવસ્થાઓ જાહેર કરી છે. લોકોમેળામાં કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે.
વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ
રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી તા.24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો સફળતાપૂર્વક યોજવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે લોકમેળાનું નામ ધરોહર રખાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેળાનું ઉદ્ધાટન કરાવવા તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. આ વર્ષના મેળામાં સ્ટોભલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ છે.
Source link