મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઈકોલક્ષ સીરામીક પાસે શનિવારે એક શ્રમિક યુવાન રાત્રીના સમયે ફેક્ટરી બહાર નીકળ્યો હતો, તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનામાં પોલીસે માળિયાના ત્રણ શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બાઈક, 4 ફોન સહિત રૂપિયા 35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
યુવાનની બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી
મોરબી તાલુકાના હરીપર ગામની સીમમાં આવેલા આઈકોલેક્ષ સિરામિક ફેકટરીમાં રહી મજુરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના આગરા જીલ્લાના રોઝોલી ગામના વતની ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ નામનો 32 વર્ષીય યુવક કોન્ટ્રાકટર ઓમ પ્રકાશ બંજારાના ભાઈ નીચે કામ કરતો હતો. જે યુવાનની બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ મામલે LCB ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર ત્રણેય આરોપીને LCB ટીમે ઝડપી લીધા હતા.
3 આરોપીઓને પોલીસે ઝડપ્યા
તેઓએ આ ગુનામાં ઉપયોગ કરેલું કાળા કલરનું હિરો સ્પલેન્ડર GJ-36-AK-6156 નંબર વાળુ લઈને તેઓ ત્રણેય લોકોએ હરીપર કેરાળા ગામની સીમ વિસ્તારમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે કેમલ સીરામીકથી આગળ રોડ ઉપર હોવાની બાતમી મળેલી, જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્રણ આરોપી ઈસ્માઇલ સલેમાનભાઇ આમદભાઇ સખાયા, અવેશ સુભાનભાઇ હુસેનભાઇ મોવર, સાહિલ અબ્દુલભાઇ ગુલમાંમદભાઇ મોવર રહે. ત્રણે માળીયા વાડા વિસ્તાર વાડાને ઝડપી લીધા હતા અને તેમની આગવી ઢબે પુછપરછ કરતા ખુનના ગુનાને તેમને અંજામ આપેલ હોવાનું કબુલતા ત્રણેય આરોપીઓ કરી હતી. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, હીરો સ્પેલન્ડર મળી કુલ રૂપિયા 35,000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અનેક ગંભીર ગુનાને અંજામ આપી ચૂક્યા છે આરોપીઓ
આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી બાઈક તથા કાર લઈ અલગ-અલગ વિસ્તારમાં રાત્રીના સમયે એકલ મજુરોને રોકી છરી બતાવી રોકડ રકમ પડાવી લેતા હતા. જો કોઈ તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખૂન જેવા ગંભીર ગુનાને અંજામ આપતા હતા. આ ખુનનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ પકડી લઈ અને મુદ્દામાલને કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.
Source link