SPORTS

મેલબોર્ન ટેસ્ટના સમયમાં થયો ફેરફાર, ચોથા દિવસે આ સમયે શરૂ થશે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ રોમાંચક બની રહી છે. નીતીશ રેડ્ડીએ ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની સદી સાથે મેચમાં અલગ જ રોમાંચ લાવી દીધો. નીતિશ 105 રન બનાવીને ક્રીઝ પર છે અને ટીમ ઈન્ડિયા બોક્સિંગ-ડે ટેસ્ટમાં લડત આપી રહી છે.

ઓસ્ટ્રેલિયાએ બનાવેલા 474 રનના જવાબમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયા હજુ પણ કાંગારૂઓના સ્કોરથી 116 રન પાછળ છે. આ દરમિયાન ચોથા દિવસની રમતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ટૂંક સમયમાં શરૂ થશે ચોથા દિવસની રમત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો ચોથો દિવસ ટૂંક સમયમાં શરૂ થશે. ત્રીજા દિવસે ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરોએ દિવસની રમત સમય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. ચોથા દિવસે ગુમાવેલા સમયની ભરપાઈ કરવા માટે અડધો કલાક વહેલા રમત શરૂ કરવામાં આવશે. એટલે કે ભારતીય સમય મુજબ મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે સવારે 4.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ નીતીશ રેડ્ડી પાસેથી તેના અને ટીમના ખાતામાં કેટલાક વધુ રન ઉમેરશે તેવી અપેક્ષા રાખશે, જેથી ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવના આધારે નાની લીડ મેળવી શકે. નીતિશે પોતાની ઈનિંગમાં અત્યાર સુધી 176 બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તેને 10 ફોર અને 1 સિક્સર ફટકારી છે.

નીતિશ-સુંદરે મચાવી ધૂમ

ભારતીય ટીમ માટે ત્રીજા દિવસની શરૂઆત સારી રહી ન હતી. રિષભ પંત ફરી એકવાર સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને ખૂબ જ ખરાબ શોટ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પંત પેવેલિયન પરત ફર્યા બાદ નીતિશ અને જાડેજાએ 30 રન જોડ્યા હતા. જાડેજા પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને 17 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી નીતિશ અને વોશિંગ્ટન સુંદરે જવાબદારી. બંનેએ આઠમી વિકેટ માટે 127 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. સુંદરે 50 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ ભાગીદારીના કારણે ટીમ ઈન્ડિયાની રમતમાં વાપસી થઈ છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button