SPORTS

Cricket: આ સ્ટાર ખેલાડીની કારકિર્દી જોખમમાં? બોર્ડ ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય

  • પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
  • આ મેચમાં બાંગ્લાદેશની ટીમ ઘણી સારી સ્થિતિમાં જોવા મળી રહી છે
  • આ સિરીઝ વચ્ચે બાંગ્લાદેશી ખેલાડીની કારકિર્દી જોખમમાં છે

બાંગ્લાદેશ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં બે મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમ ઘણી સારી સ્થિતિમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન સામે રમાઈ રહેલી સિરીઝ વચ્ચે બાંગ્લાદેશી ખેલાડીની કારકિર્દી જોખમમાં છે.

હકીકતમાં બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ તેની અસર ત્યાંના ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ ફારુક અહેમદે શનિવારે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ મેચ બાદ ખેલાડીના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ શાકિબ અલ હસન છે.

શાકિબ અલ હસનના કરીયરને જોખમ

રફીકુલ ઈસ્લામ દ્વારા દાખલ કરાયેલા હત્યાના કેસમાં શાકિબનું નામ નોંધવામાં આવ્યું હતું. રફીકુલ ઈસ્લામ ટેક્સટાઈલ ફેક્ટરીના કામદાર રૂબેલના પિતા હતા, જેની 5 ઓગસ્ટે ઢાકાના અદાબોરમાં હત્યા કરવામાં આવી હતી. આરોપ બાદ, સુપ્રીમ કોર્ટના વકીલ શાજીબ મહમૂદ આલમે શનિવારે, એડવોકેટ મોહમ્મદ રફીનુર રહેમાન વતી, BCBને ઈમેલ અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા કાનૂની નોટિસ મોકલીને શાકિબને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી હટાવવાની માંગણી કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એક કેસમાં શાકિબનું નામ આપવામાં આવ્યું છે, તેથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નિયમો અનુસાર રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં રહી શકે નહીં.

બીજી  ટેસ્ટ પહેલા નિર્ણય લેવામાં આવશે

નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હત્યા કેસની તપાસને આગળ વધારવા માટે શાકિબને જલ્દીથી બાંગ્લાદેશ પરત લાવવાના પ્રયાસો કરવામાં આવે. આ ઘટનાક્રમ અંગે ICCને પણ જાણ કરવી જોઈએ. ફારુકે શનિવારે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેના બોર્ડના કેટલાક ડિરેક્ટરો સાથે લાંબી બેઠક યોજી હતી અને કહ્યું હતું કે તેમને હજુ સુધી કાનૂની નોટિસ મળી નથી. જો કે, તેણે એમ પણ કહ્યું કે તેઓ 30 ઓગસ્ટે રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ પહેલા શાકિબ અંગે નિર્ણય લેશે.

બાંગ્લાદેશ આ સિરીઝની યજમાની કરશે

દરમિયાન, ફારુકે કહ્યું કે તે આગામી બે મેચની ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની યજમાની કરવાનો વિશ્વાસ ધરાવે છે કારણ કે તેને લાગે છે કે વિશ્વ કપની યજમાનીની તુલનામાં દ્વિપક્ષીય સિરીઝ રમવામાં કોઈ સમસ્યા નહીં હોય. તાજેતરમાં જ દેશમાં રાજકીય અશાંતિને કારણે ICCએ ICC T20 મહિલા વર્લ્ડકપ બાંગ્લાદેશથી UAE શિફ્ટ કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button