મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMI) ખાતેથી કસ્ટમ અધિકારીઓએ 19-20 ડિસેમ્બરની રાત્રે બેંગકોકથી આવતા એક મુસાફર પાસેથી રૂ. 11 કરોડથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો.
મુસાફર 11.322 કિલો શંકાસ્પદ હાઇડ્રોપોનિક ગાંજા સાથે ઝડપાયો હતો, જેની કિંમત અંદાજે 11.32 કરોડ રૂપિયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કસ્ટમ અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે પેસેન્જરની પ્રોફાઇલ બનાવી અને વધુ તપાસ પર, પેસેન્જરની ટ્રોલી બેગની અંદર વેક્યૂમ સીલબંધ પ્લાસ્ટિકના પાઉચમાં છુપાયેલ ગેરકાયદેસર પદાર્થને રિકવર કર્યો.હાઇડ્રોપોનિક મારિજુઆનાને માદક પદાર્થ કેનાબીસની ઉચ્ચ ગ્રેડની વિવિધતા માનવામાં આવે છે. તેની બજાર કિંમત પણ ઘણી વધારે છે.
દાણચોરી માટે અપનાવે છે નવી પદ્ધતિઓ
ભારતમાં સોનું અને ડ્રગ્સની દાણચોરીના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારતમાં ડ્રગ્સ અને સોનું કોઈને કોઈ રીતે ઘુસાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. પરંતુ ભારતના એયરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓ ચાંપતી નજર રાખીને બેઠા હોય છે. તેવામાં મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 18-19 ડિસેમ્બર દરમિયાન સોનાની દાણચોરીના બે કેસ શોધી કાઢ્યા હતા. તેઓએ કુલ 2.073 કિલો 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું જેની દાણચોરી નવી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવી હતી.
કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમને ટ્વીટ કરી
આના પહેલા કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમને મુંબઈ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓના વખાણ કર્યા હતા. 1 દિવસ અગાઉ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રીય એયરપોર્ટના કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ 1.48 કરોડના મૂલ્યના 2 કિલોગ્રામથી વધુના સોનાની તસ્કરી ઝડપી હતી. જેને લઈ નિર્મલા સીતારમને x પર ટ્વીટ કર્યુ હતું કે, અધિકારીઓની મહેનતને વધાવીએ છીએ. ઘણું સારું કામ કર્યું.
2 કિલોથી વધુની કિંમતનું સોનું જપ્ત
મુંબઈ કસ્ટમ્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 18-19 ડિસેમ્બરના રોજ CSMI એરપોર્ટ, મુંબઈના અધિકારીઓએ 2 કેસમાં 1.48 કરોડ રૂપિયાનું 2.073 કિલો સોનું જપ્ત કર્યું હતું. આ સોનું પેસેન્જરે તેના શરીરમાં છુપાવ્યું હતું. જ્યારે બીજા કિસ્સામાં સોનું એરપોર્ટના કર્મચારી પાસેથી મળી આવ્યું હતું જેને ટ્રાન્ઝિટ પેસેન્જર દ્વારા સોંપવામાં આવ્યું હતું. જેમાં બે લોકોની કેસમાં અટકાયત કરાઇ છે.
પ્રથમ કિસ્સામાં એક પ્રવાસીએ તેના શરીરના પોલાણની અંદર મીણમાં છુપાવેલી સોનાની ધૂળની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કસ્ટમ અધિકારીઓએ બાતમીના આધારે કાર્યવાહી કરી અને ગેરકાયદેસર કન્સાઈનમેન્ટ શોધી કાઢ્યું હતું. બીજા કિસ્સામાં એક ખાનગી એરપોર્ટ સ્ટાફ મેમ્બર ટ્રાન્ઝિટ પેસેન્જર દ્વારા હાથ ધરવામાં આવેલા દાણચોરીના સોના સાથે પકડાયો હતો. સ્ટાફ મેમ્બર મીણમાં 24 કેરેટ સોનાની ધૂળ વહન કરતો જોવા મળ્યો હતો જેને તે એરપોર્ટની બહાર દાણચોરી કરવા માંગતો હતો. આ ઘટનાઓમાં સંડોવાયેલા બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
Source link