સતત વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે દેશના કામદારો, ખાસ કરીને અસંગઠીત ક્ષેત્રના શ્રામિકોના હિતમાં શ્રામિકો માટેના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સ (વીડીએ)ને રિવાઇઝ કરીને કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો હતો સરકારના આ નવા નિર્ણય પાછળનું કારણ કામદારોની મદદ કરવાનું છે
જેથી કરીને તેઓ સતત વધતા જીવન નિર્વહનના ખર્ચને પહોંચી શકે. સરકાર દ્વારા કરાયેલા રિવિઝન બાદ એરિયા એ ના કામદારો જેમાં બાંધકામ, સ્વિપિંગ, ક્લિનિંગ, લોડિંગ અને અનલોડિંગ જેવા અકુશળ કામો છે તેના કામદારોને દૈનિક 783 (માસિક 20,358 રૂપિયા) વેતન મળશે. અર્ધકુશળ કામદારોને દૈનિક 868 (22,568), કુશળ કામદારો, ક્લેરિકલ અને વોચ એન્ડ વોર્ડ્સ કામદારોને દૈનિક 954 રૂપિયા (માસિક 24,804) રૂપિયા જ્યારે ઊચ્ચ કુશળ કામદારોને દૈનિક લઘુત્તમ1,035 રૂપિયા (માસિક 26,910 રૂપિયા) વેતન મળશે.
Source link