એક રેર કિસ્સામાં સુપ્રીમ કોર્ટે બેનામી સંપત્તિ કાયદાનાં કેટલાક હિસ્સાને રદ કરતા તેનાં પોતાના ચુકાદાને રદ કર્યો છે. કેન્દ્ર સરકારે એવી દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે કાયદાની જોગવાઈઓની યોગ્યતા અંગે ખોટો ચુકાદો આપ્યો હતો.
કોઈ પક્ષકારે તેને પડકાર્યો ન હતો આમ છતાં સરકારની સ્પષ્ટતા પછી સુપ્રીમ કોર્ટે પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ 1988ની મુખ્ય અને મહત્ત્વની જોગવાઈઓને રદ કરવાનાં પોતાનાં ઓગસ્ટ 2022માં આપેલા ચુકાદાને રદ કરીને પાછો ખેંચી લીધો હતો.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ CJI ડી.વાય. ચંદ્રચૂડ તેમજ જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચને જણાવ્યું હતું કે, કોર્ટ માટે વિચારવા જેવો એકમાત્ર પ્રશ્ન એ હતો કે શું બેનામી લેવડદેવડ (પ્રોહિબિશન) સુધારા અધિનિયમ 2016 હેઠળ સુધારો કરવામાં આવેલ PBPT કાયદાની સંભવિત અસરો ધ્યાનમાં લેવામાં આવી હતી કે કેમ? તેમણે કહ્યું હતું કે 23 ઓગસ્ટ 2022નાં ચુકાદામાં સુધારો નહીં કરાયેલા 1988નાં કાયદાની કલમ 3 અને 5ની બંધારણીય યોગ્યતા અંગે ખોટી રીતે નિર્ણયો લેવામાં આવ્યા હતા અને વિચારણા કરાઈ હતી.
આ મુદ્દા પક્ષકારો દ્વારા ઉઠાવવામાં આવ્યા જ ન હતા. આથી તેમણે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સમીક્ષા અરજીને આ આધારે માન્ય રાખવાની દલીલ કરી હતી કે ચુકાદામાં ભૂલ હતી. બેન્ચ દ્વારા 2022નાં આદેશને પાછો લેવામાં આવ્યા પછી એક કંપનીની બેનામી સંપત્તિ જપ્ત કરવા ઇનકાર કરનાર હાઈકોર્ટનાં આદેશ સામે સરકારની અપીલને માન્ય રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
2022 પછી રિવ્યૂ પિટિશનોને મંજૂરી અપાઈ હતી
2022માં સુપ્રીમ કોર્ટે બેનામી ટ્રાન્ઝેક્શન્સ ( પ્રોહિબિશન) એક્ટની કલમ 3 કે જેમાં બેનામી વ્યવહારો કરવા માટે દંડની જોગવાઈ હતી. આ ઉપરાંત કલમ 5 કે જેમાં બેનામી પ્રોપર્ટી જપ્ત કરવાની જોગવાઈ હતી તેને ગેરબંધારણીય ઠરાવી હતી.
– એસ.જી. મહેતાએ કહ્યું હતું કે કાયદામાં શેલ એટલે કે બોગસ કંપનીઓની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને બેનામી પ્રોપર્ટી ટાંચમાં લેવા સામે પણ પ્રતિબંધ લદાયો હતો.
– સુપ્રીમ કોર્ટે તેનાં જૂના ચુકાદાને માન્ય રાખીને કથિત શેલ કંપનીઓની પ્રોપર્ટી જપ્ત નહીં કરવાનાં હાઈકોર્ટનાં આદેશ સામે કેન્દ્રની અપીલને માન્ય રાખવાનો આદેશ આપ્યો હતો.
– કોર્ટે 2022નાં ચુકાદા પછી જપ્તીની કાર્યવાહી મંજૂર રાખતા હાઈકોર્ટનાં આદેશ સામે કેન્દ્ર સરકારે ફાઈલ કરેલી રિવ્યૂ પિટિશનોને માન્ય રાખી હતી.
– સુપ્રીમ કોર્ટની બેન્ચે ઠરાવ્યું હતું કે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી કે સુધારવામાં નહીં આવેલા કાયદાની જોગવાઈઓની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી ન હતી. જૂનોપુરાણો કાયદો એવો છે કે કોઈપણ કાયદાની જોગવાઈ પર દલીલો કર્યા વિના કોઈ નિર્ણય ન લઈ શકાય કે તેની બંધારણીય યોગ્યતાને પડકારી ન શકાય.
Source link