ગોઘરા શહેરના મહિલા શિક્ષીકાના ગૂમ થયેલા પાનકાર્ડના આધારે ભેજાબાજોએ GST નંબર મેળવી કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા હતાં. જે બાદ શિક્ષિકાને GST વિભાગ દ્વારા રૂા.72 લાખનો ટેક્સ ભરવાની નોટિસ મોકલાતા શિક્ષિકાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવો અહેસાસ થતાં તેમણે આખરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઈ છે.
ગોધરાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા કિન્નરીબેન સોની કાંકણપુર શાળામાં પ્રાથમિક શિક્ષીકા તરીકે ફ્રજ બજાવે છે. શાળાએ જવા બસમાં અપડાઉન કરતાં સમયે વર્ષ 2014માં તેમનું પાન કાર્ડ પડી જતા ગૂમ થઈ ગયુ હતુ. જે એક અઠવાડીયા બાદ તેમને પરત મળી ગયુ હતું. જેના ચારેક વર્ષ બાદ વર્ષ 2018માં ઈન્કમ ટેક્સ વિભાગમાંથી તેમને નોટિસ મળી હતી.
જેમાં શિક્ષીકાએ તા.2.8.2016ના રોજ રૂા.6 લાખ ઉપરાંતની લક્ઝુરિયસ વોચ અમદાવાદથી ખરીદી હોવા અંગે ખુલાસો પુછાતા તેઓ ચોંકી ઉઠયા હતાં. જો કે તેમણે આવો કોઈ વ્યવહાર તેમના દ્વારા કરાયો નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ રિટર્ન ભરવા જતા તેમના પાન કાર્ડના આધારે સાયબર માફીયાઓ દ્વારા દિલ્હીમાં GST નંબર મેળવી છેતરપિંડી કરાઈ હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગમાંથી તેમને વર્ષ 2022માં રૂા.32 લાખનું સોનું સહિતની ખરીદી સાથે વિવિધ વ્યવહારો કર્યા હોવાનું જણાવી ખુલાસો પુછી રૂા.72 લાખ ઉપરાંતનો ટેક્સ ભરવા નોટિસ પાઠવતા તેઓ ફરી ચોંકી ઉઠયા હતાં. જે બાદ તેમણે ગોધરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
Source link