ભરૂચ જિલ્લાનું પાલેજ ટાઉન એક મોટું ટાઉન છે, અહીંની DGVCL કચેરીમાં 70 ગામના વીજ કનેક્શન છે છતાં પણ વરસાદમાં કચેરીની બહાર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા બીલ ભરવા અથવા તો બીજા કામ અર્થે જતા ગ્રાહકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ડીજીવીસીએલ કચેરી 70 ગામોને વીજળી પૂરી પાડે છે
અહીંયા દિવાલો કૂદીને અને દિવાલ ઉપર સીડી મૂકીને નીચે ઉતરી લોકો બીલ ભરવા જવા માટે મજબૂર બન્યા છે છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી એવામાં કોઈ ગ્રાહકને શારીરિક નુકસાન થાય તો એની જવાબદાર કોણ લેશે તે સવાલ અહીં ઉભો થાય છે. પાલેજ ગામની ડીજીવીસીએલ કચેરી 70 ગામોને વીજળી પૂરી પાડે છે અને આ જ એક સ્થળ છે જ્યાં બીલ ભરવા માટે લોકો અવર-જવર કરતા હોય છે.
બીલ ભરવા માટે આવતા લોકોને ભારે હાલાકી
ત્યારે સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને રિયાલિટી ચેક કરતા જણાવ્યું કે આ સમસ્યા ઘણા સમયથી છે, જે દિવાલ કૂદીને લોકો આવે છે એમાં કાચ લગાવેલા છે અને તેના કારણે બીલ ભરવા માટે આવતા લોકોના પગમાં પણ વાગે છે અને એમને શારીરિક ઈજાઓ થઈ રહી છે. ગ્રાહકોમાં મોટી ઉંમરના વૃદ્ધો પણ લાઈટ બીલ ભરવા આવે છે જેમને પણ ખૂબ જ હાલાકી થઈ રહી છે.
સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો
સંદેશ ન્યુઝના કેમેરામાં રિયાલિટી ચેક થયું તો જાણવા મળ્યું કે ગ્રાહકો જે સીડી મારફતે જઈ રહ્યા છે, ત્યાં લોહીના નિશાન છે એનો સીધો મતલબ એ છે કે ગ્રાહકોને પગમાં કાચ વાગ્યા છે અને તેઓ લોહી લુહાણ થયા છે. એવામાં પગ લપસે અથવા તો કોટની ઉપર જ માણસ પડી જાય અને એને ગંભીર ઈજાઓ થાય તો એની જવાબદારી ડીજીવીસીએલ લેશે કે કેમ એ સવાલ અહીંયા ઉભો થાય છે.
જંબુસરના બોજાદરા ગામના તળાવમાં એક યુવક ડૂબી જતા મોત
જંબુસરના બોજાદરા ગામના તળાવમાં એક યુવક ડૂબી જવાની ઘટના સામે આવી હતી. સોમાભાઈ શુકલભાઈ રાઠોડ નામના યુવાનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. ગઈકાલે તળાવમાં ડૂબેલા યુવાનની લાશ આજે તળાવમાંથી મળી હતી. મૃતકની લાશને પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Source link