GUJARAT

Himatnagar: સાબરડેરીના ચેરમેન-વા.ચેરમેનની ચૂંટણી ત્રીજી સપ્ટેમ્બરે યોજાશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખ્ખો દૂધ ઉત્પાદકો તેમજ પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી ગત તા.10મી માર્ચના રોજ યોજાઇ હતી. ત્યારબાદ તરતજ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી વિલંબમાં પડી હતી. જોકે સાત મહિના બાદ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી આગામી તા.3 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે સાબરડેરીના નિયામક મંડળના સભાખંડમાં ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં નવા ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવશે. નવરાત્રીના પ્રથમ નોરતે સાબરડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પ્રથમ નોરતે ચૂંટણી યોજાતા લાખ્ખો પશુપાલકો અને દૂધ ઉત્પાદકોમાં ખુશી

આ અંગેની વિગત એવી છે કે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી 10મી માર્ચના રોજ યોજાઇ હતી. જેમાં મોટાભાગના સદસ્યો બિનહરીફ થયા હતા. ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવતા સાબરડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પણ ભાજપ સમર્થિત અને મેન્ડેટ ધરાવતા હોવાનું નક્કી થયુ હતુ. સાબરડેરીની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયુ હતુ અને લોકસભાની ચૂંટણીમાં સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી ગયુ હતુ. જેના કારણે સાબડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં સાત મહિના જેટલો વિલંબ થયો હતો. જોકે હિંમતનગરના પ્રાંત અધિકારી દ્વારા સાબડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આગામી તા. 03 સપ્ટેમ્બર 2024ના રોજ યોજવાની જાહેરાત કરી છે. ત્યારે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હિંમતનગરના પ્રાંત અધિકારી હાજર રહેશે

સાબરડેરીના સભાખંડમાં અધ્યાશી અધિકારી તરીકે હિંમતનગરના પ્રાંત અધિકારી હાજર રહેશે. સવારે 11.00 કલાકથી 12.20 કલાક સુધી ચૂંટણી યોજાશે. જેમાં સૌ પ્રથમ 11.00 થી 11.15 કલાક દરમિયાન ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે, 11.15થી 11.30 કલાક દરમિયાન ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે, 11.30થી 11.45 ઉમેદવારીપત્રો પાછોં ખેંચવાનો સમય, જયારે 12.00 કલાકે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરાશે અને જરૂર જણાય તો 12.00થી 12.20 કલાક દરમિયાન મતદાન અને 12.20 કલાકે મતગણતરી યોજાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button