- બુક સ્ટોર ચલાવતો અગ્રવાલ પરિવાર થયો બરબાદ
- સયાજીગંઝમાં બુક સ્ટોર ચલાવે છે અગ્રવાલ પરિવાર
- પિતા-પુત્રી એકબીજાને ભેટી પોક મૂકી રડી પડ્યા
વડોદરામાં પુરની સ્થિતિને લઈ ભારે તારાજી સર્જાઇ છે. જેમાં બુક સ્ટોર ચલાવતો અગ્રવાલ પરિવાર ભારે વરસાદની પાણીથી બરબાદ થઇ ગયો છે. અગ્રવાલ પરિવાર સયાજીગંઝમાં બુક સ્ટોર ચલાવે છે. જેમાં પિતા-પુત્રી એકબીજાને ભેટી પોક મૂકી રડી પડ્યા છે. કારણ કે પૂરના પાણી બુક સ્ટોરમાં ફરી વળતા ભારે નુકસાની થઇ છે.
હવે અમે રોડ પર આવી ગયા છીએ
5 કરોડના પુસ્તકો પલળી જતા વેપારીની દયનીય સ્થિતિ થઇ છે. પૂરની સ્થિતિને લઈ અગ્રવાલ પરિવારનું નિવેદન છે કે અમે બરબાદ થઈ ગયા, અમે ક્યાં જઈએ, આ વર્ષે 5 કરોડનું નુકસાન થયુ છે. સરકાર અમને સહાય ન કરે તો અમે શું કરીએ. હવે અમે રોડ પર આવી ગયા છીએ. સયાજીગંજ વિસ્તારમાં બુક સ્ટોર ચલાવતું અગ્રવાલ પરિવાર બરબાદ થયો છે. પિતા પુત્રી એક બીજાને ભેટી પોંક મૂકી રડી પડ્યા છે. પૂરના પાણી પહેલા માળે આવેલ બુક સ્ટોરમાં ફરી વળ્યા હતા. જેમાં 5 કરોડની કિંમતમાં પુસ્તકો પલળી જતા નુકસાન થયુ છે.
પિતા પાસે અને લોન લઈ બિઝનેસ વિકસાવ્યો હતો
પિતા પાસે અને લોન લઈ બિઝનેસ વિકસાવ્યો હતો. તેમજ અગાઉ 2014ના વર્ષમાં પુરમા પણ નુકસાન થયુ હતુ. આ વર્ષે રૂપિયા 5 કરોડનું નુકસાન થયુ છે. પરિવારે જણાવ્યું હતુ કે અમે બરબાદ થઈ ગયા અમે ક્યાં જઈએ. સરકાર અમને નુકસાનની સામે સહાય ન કરે તો અમે શું કરીએ. હવે અમે રોડ પર આવી ગયા બરબાદ થઈ ગયા છીએ.
Source link