ENTERTAINMENT

વો સ્ત્રી હૈ કુછ ભી કર શકતી હૈ… શ્રદ્ધાની ફિલ્મે રચ્યો ઈતિહાસ

“વો સ્ત્રી હૈ કુછ ભી કર શકતી હૈ…” ‘સ્ત્રી 2’ એ આ કહેવતને બોક્સ ઓફિસ પર સાચી સાબિત કરી છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. રસપ્રદ વાત એ છે કે, ‘સ્ત્રી 2’ ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 600 કરોડના ક્લબમાં પ્રવેશનારી પ્રથમ હિન્દી ફિલ્મ છે.

દુનિયાભરમાં આટલા કરોડની કરી કમાણી

અમર કૌશિક દ્વારા નિર્દેશિત ‘સ્ત્રી 2’ એ ભારતીય બોક્સ ઓફિસ પર 604.22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસની વાત કરીએ તો, ‘સ્ત્રી 2’ એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી 713 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

39 દિવસમાં બનાવ્યો રેકોર્ડ

‘સ્ત્રી 2’એ 39 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મે પહેલા સપ્તાહમાં 307.80 કરોડ, બીજા સપ્તાહમાં 145.80 કરોડ, ત્રીજા સપ્તાહમાં 72.83 કરોડ, ચોથા સપ્તાહમાં 37.75 કરોડ, પાંચમા સપ્તાહમાં 25.72 કરોડ અને છઠ્ઠા સપ્તાહમાં 14.32 કરોડની કમાણી કરી છે. સપ્તાહના અંતે, કુલ આંકડો રૂ. 600 કરોડને પાર કરે છે.

શ્રદ્ધા કપૂરે કર્યું સેલિબ્રેશન

શ્રદ્ધા કપૂરે રવિવારે તેના મિત્રો સાથે ‘સ્ત્રી 2’ની રેકોર્ડ બ્રેકિંગ કમાણી ઉજવી હતી. તેને તેના સેલિબ્રેશનના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને લખ્યું છે કે ‘સેલિબ્રેશનનું વાતાવરણ, મારી સૌથી પ્રેરણાદાયી અને અદ્ભુત મહિલાઓ સાથે – મારી “મેજિક ગર્લ્સ”.’ એક ફોટોમાં, શ્રદ્ધા અને તેના મિત્રો મેચિંગ રેડ આઉટફિટ્સ પહેરેલા જોવા મળે છે. બીજા ફોટામાં, શ્રદ્ધા તેના મિત્રો સાથે કેક કાપતી જોવા મળે છે, જેના પર “રેકોર્ડ બ્રેકિંગ વુમન” લખેલું છે.

 

39માં દિવસે રચ્યો ઈતિહાસ

પ્રારંભિક આંકડાઓ મુજબ ‘સ્ત્રી 2’ એ તેની રિલીઝના 39માં દિવસે 4.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે અત્યાર સુધીમાં તેનો કુલ બિઝનેસ 577.5 પર લઈ ગયો છે. ‘સ્ત્રી 2’ સાથે સ્પર્ધા કરવા માટે તાજેતરના સમયમાં કોઈ મોટી રિલીઝ થઈ નથી. કરીના કપૂર ખાન અભિનીત ફિલ્મ ‘ધ બકિંગહમ મર્ડર્સ’ તેમજ ‘તુમ્બાડ’ પણ ફરીથી રિલીઝ કરવામાં આવી છે. પરંતુ બંને ફિલ્મોની ‘સ્ત્રી 2’ની કમાણી પર કોઈ અસર જોવા મળી નથી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button