ફીફા વર્લ્ડ કપ 2026ના શેડયુલની જાહેરાત કરી દીધી છે. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં 19 જુલાઇ, 2026ના રોજ ફીફા વિશ્વકપની ફાઇનલ રમાશે. ફૂટબોલ ફેન્સ માટે ફીફા વર્લ્ડ કપનો ક્રેઝ શબ્દોમાં વર્ણવી શકાય તેવો હોતો જ નથી.
વિશ્વ ફૂટબોલની ગવર્નિંગ બોડી ફીફાએ આ મહાકાય ઇવેન્ટના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી છે. ફિફા વિશ્વ કપની શરૂઆત 11 જૂનના રોજ થશે. ઓપનિંગ સેરેમની મેક્સિકો સિટીના એજટેકા સ્ટેડિયમમાં પ્રથમ મેચ સાથે યોજાશે. આમ 11 જૂનથી 19 જુલાઇ દરમિયાન કુલ 16 અત્યાધુનિક સ્ટેડિયમમાં 104 મેચ રમાડવામાં આવશે. આ ઇવેન્ટના યજમાન ત્રણ દેશ છે જેમાં અમેરિકા, કેનેડા અને મેક્સિકોનો સમાવેશ થાય છે. મેટલાઇફ સ્ટેડિયમ 2010માં તૈયાર કરવામાં આવ્યું હતું. 82500 બેઠક ધરાવતાં આ સ્ટેડિયમમાં અનેક આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચનું આયોજન થઇ ચૂક્યું છે, જેમાં 2016ના કોપા અમેરિકાના ફાઇનલ મુકાબલાનો સમાવેશ થાય છે. મેચ શેડયુલ અનુસાર ટૂર્નામેન્ટની 104 મેચમાંથી 103 મેચ માટે ત્રણ દિવસનો આરામ આપવામાં આવશે. ફિફાની મેચીસ ત્રણ દેશ અને 16 શહેરોમાં રમાશે
ટીમો અને પ્રશંસકોને મેચ માટે વધારે પ્રવાસ ખેડવો ના પડે તેના માટે મોટાભાગની મેચીસ ત્રણ ક્ષેત્ર(પૂર્વ, મધ્ય અને પિૃમ)માં રમાડવામાં આવશે. ફિફાના અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની સૌથી સમાવેશી તથા પ્રભાવશાળી ફિફા વિશ્વ કપ હવે સપનું નહીં પણ એક હકીકત છે. હું ત્રણ યજમાન દેશ અને 16 યજમાન શહેરોને ધન્યવાદ આપું છું, જેઓ એક નવો રેકોર્ડ તો સ્થાપિત કરશે જ સાથે એક યાદગાર વારસો પણ છોડશે. મેચ પેયરિંગ અને કીક-ઓફ સમયની પુષ્ટિ ફિફા વર્લ્ડ કપ માટેના આખરી ડ્રો બાદ કરવામાં આવશે જે 2025ના અંતમાં થવાની અપેક્ષા છે.
Source link