પાંચમી ક્રમાંકિત ડારિયા કસાત્કિના અને મિરા આન્દ્રિવા વચ્ચે નિંગ્બો ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની રવિવારે ફાઇનલ રમાશે. પ્રથમ સેમિફાઇનલમાં કસાત્કિના આઠમી ક્રમાંકિત પાઉલા બડોસા સામે 6-4થી આગળ હતી ત્યારે અને બીજી સેમિફાઇનલમાં આન્દ્રિવા 6-2, 1-0થી આગળ હતી ત્યારે કેરોલિના મુચોવાએ વોકઓવર આપી દીધો હતો.
બંને ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી છે. આ પહેલાં આન્દ્રિવાએ ચોથી ક્રમાંકિત બારબોરા ક્રેજસિકોવાને પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ7-6 (7-5), 3-2થી હરાવી હતી. આ મેચમાં પણ ક્રેજસિકોવાએ અધવચ્ચેથી વોકઓવર આપ્યો હતો. કસાત્કિનાએ યુલિયા પુતિનત્સેવાને 6-4, 1-6, 7-6 (8-6)થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. અન્ય ક્વાર્ટર ફાઇનલમાં બડોસાએ બ્રાઝિલની છઠ્ઠી ક્રમાંકિત હદાદ માઇયાને 6-3, 6-2થી તથા મુચાવાએ કલિનસ્કાયાને 2-6, 6-2,6-3થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
Source link