પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ અમદાવાદ મંડળના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી.જનરલ મેનેજર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ, સરકુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય મુસાફરોની સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું.
કામોનું કર્યુ નિરીક્ષણ
આ દરમિયાન, તેમણે સ્ટેશન પર પ્લેટફોર્મ 1-3 અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી નું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર ચાલી રહેલા કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને રિડેવલપમેન્ટના કામને ઝડપી બનાવવા અને સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપી હતી.આ દરમિયાન જનરલ મેનેજરની સાથે એઆરએમ ગાંધીધામ, આશિષ ધાનિયા સહિત અન્ય રેલવે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ક્રોસિંગ નંબર 40 બંધ રહેશે
27મી ડિસેમ્બરના રોજ દેત્રોજ-ભંકોડા સેક્શનમાં સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 40 બંધ રહેશે,પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના દેત્રોજ-ભંકોડા સેક્શનમાં સ્થિત રેલવે ક્રોસિંગ નં. 40 કિ.મી. 36/12-13 અતિ આવશ્યક સમારકામ માટે 27 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 08:30 થી સાંજે 08:00 વાગ્યા સુધી બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન કટોસણ રોડ-દેત્રોજ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 39 થી મુસાફરી કરી શકશે.
Source link