NATIONAL

ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની ખેર નહી, સુરક્ષાને લઇને સરકાર આકરાપાણીએ..!

દેશભરમાં ટ્રેન અને ફ્લાઇટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. રોજબરોજ આવી ધમકીઓ સામે આવી રહી છે. કોણ કરી રહ્યુ છે આવુ, શા માટે આ એક તપાસનો વિષય છે. પરંતુ કેન્દ્ર સરકાર માટે આ એક પડકાર ઉભો કર્યો છે. કેન્દ્ર સરકારે દેશભરના એરપોર્ટ પરથી આવતી ફ્લાઈટ્સમાં સ્કાય માર્શલ્સની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે એરપોર્ટ અને પ્લેનમાં વધી રહેલા ખતરાનું મૂલ્યાંકન કર્યા બાદ અને ગુપ્તચર એજન્સીઓ પાસેથી ઈનપુટ મળ્યા બાદ સ્કાય માર્શલની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

72 કલાકમાં 12 ફ્લાઈટમાં મળી ધમકી

જો છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 12 વિમાનોને બોમ્બની ધમકી મળી છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે. જો કે તપાસમાં તમામ ધમકીઓ ખોટી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સરકાર હવે આ મામલે એક્શન મોડમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સંદર્ભે બુધવારે ગૃહ મંત્રાલયે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સાથે ફેક બોમ્બની ધમકીઓ અંગે ચર્ચા કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, BCAS સાથે MoCA ની ઊંડાણપૂર્વકની ચર્ચા થઇ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે એજન્સીઓ સાથે મળીને ધમકી આપનારની ઓળખ કરવામાં આવશે અને તેઓને નો ફ્લાય લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. 

તપાસ કરવામાં આવી તેજ

બુધવારે સંસદીય સમિતિમાં એરપોર્ટ અને પ્લેનમાં મોકલવામાં આવેલા નકલી ધમકીભર્યા સંદેશાઓના મુદ્દે ભારે ચર્ચા થઈ હતી. આ મામલે સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુનમેંગ વુલ્નામે કહ્યું કે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ અંગે એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે તપાસકર્તાઓએ કેટલીક માહિતી એકઠી કરી છે અને કાર્યવાહી કરી રહ્યા છે. તેઓ આવા ફેક મેસેજના કેટલાક અન્ય કેસ પર પણ કામ કરી રહ્યા છે. જો કે, તેમણે કેસની ચાલી રહેલી તપાસને કારણે માહિતીની સંવેદનશીલતાને ટાંકીને વધુ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો.

સ્કાય માર્શલ શું છે?

હવે આ સ્કાય માર્શલ્સ શું છે તેના વિશે વાત કરીએ એનએસજીનુ એક એકમ છે જેને મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય માર્ગો અને સંવેદનશીલ ઘરેલુ માર્ગો પર સ્કાય માર્શલ તૈનાત કરવામાં આવે છે. સ્કાય માર્શલ્સ સશસ્ત્ર સાદા વસ્ત્રોમાં સજ્જ સુરક્ષા અધિકારીઓ છે જેઓ પેસેન્જર એરક્રાફ્ટમાં મુસાફરી કરે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં સ્કાય માર્શલ કે ફ્લાઇટ માર્શલની શરૂઆત 1999માં કંધારમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ IC 814ના અપહરણ બાદ ભવિષ્યમાં અપહરણની ઘટના રોકવા માટે કરવામાં આવી હતી. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button