દાહોદમાં ગરબાડા ચોકડી પરના મુફ્દ્દલ એન્કલેવના વેપારીઓને રસ્તા પર આવી જવાની નોબત આવી છે. કરે કોણને ભરે કોણ તેવી ઘડી વચ્ચે એક પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે કે આખો હાથી નીકળી ગયો ત્યારે જે તે સમયે કાયદાના રક્ષકો એવા સરકારના રખોપાદારોની આંખે કેવી પટ્ટી બંધાયેલી હતી.
દાહોદમાં એનએના નકલી હુકમોના કૌભાંડે દિવાળી ટાંણે દાહોદવાસીઓ માટે હૈયા હોળી ઉભી કરી દીધી છે. આ કૌભાંડથી માત્ર બિલ્ડર, જમીનદારો, મકાન માલિકો જ કે લાગતા વળગતા લોકો જ પિડીત છે એવુ નથી, પરંતુ અદનો આદમી પણ પરેશાન છે. કારણ કે હવે કોઈ પણ સરકારી કામ માટે કોઈ પણ દસ્તાવેજ રજૂ કરાય તો સરકારી બાબુઓ તેને શંકાની નજરે જ જુએ છે. તેમાંય મિલ્કત સંબંધી તો તમામ કામગીરી થંભી ગઈ છે. હવે દાહોદ નજીકના સર્વે નં.376/1/1/1ની જમીનમાં જમીન માફ્યિાઓએ જાણે જાદુઈ છડી ફેરવી 400 ગુંઠા સરકારી જમીન પોતાના નામે ચઢાવી તેની કાયદેસરતા પણ પુરવાર કરી દીધી. ત્યારબાદ તેના પર કોમર્શિયલ બાંધકામ કરીને જાલી દસ્તાવેજોની જાળમાં નિર્દોષ વેપારીઓને ફ્સાવી લાખો રૂપિયામાં દુકાનો ગોડાઉન વેચીને કરોડો કમાઈ લીધા છે. હવે કાયદાના કસબીઓ દંડો પછાડી રહ્યા છે ત્યારે જે તે વખતના જવાબદાર અધિકારીઓ આ આખાયે ષડયંત્ર માટે શું સહેજે જવાબદાર નથી?કે જે તંત્ર હવે માપણી કરી સરકારી જમીન ખાલી કરાવવા અધીરા બન્યા છે ત્યારે આટલા વર્ષોથી એક પણ તજજ્ઞ અધિકારીની નજર આ ફાઇલ પર પડી જ નહી હોય એ કેવી રીતે બની શકે.બીજી તરફ્ જે તે વખતના તમામ અધિકારીઓને પણ કેમ કાયદાના દાયરામાં લેવાયા નથી તે સૌ કોઈને આશ્ચર્ય પમાડે છે.
FIRના દાયરામાં કોઈ જ અમલદાર નહીં ?
હાલ સુધી કહેવાય છે કે તમામ શંકાસ્પદ સર્વે નંબર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાશે. બીજી તરફ્ જો આટલા બોગસ હુકમો થયા હોય તો તેમાં સંબંધિત એક પણ અધિકારીઓની સહેજપણ સંડોવણી નહી હોય તે કોઈ માની શકે તે શક્ય નથી.
Source link