શહેરામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે ઉપરના મસમોટા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટોલટેક્સ ઉઘરાવતી હાઇવે ઓથોરિટી તંત્ર રોડના સમારકામ બાબતે ધ્યાન આપે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી છે.
શહેરામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાઇવે ઓથોરિટી તંત્ર દ્વારા લેલન ટ્રક જેવા મોટા વાહન ચાલકો પાસેથી ટોલટેક્સ ઉઘરાવવામાં ઉત્સાહ બતાવતા હોય છે.ત્યારે હાઇવે માર્ગ અનેક જગ્યાએ તૂટી ગયેલ હોય એની મરામત કરવામાં એટલો ઉત્સાહ તેઓ દેખાડતા ના હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોનો આક્રોશ આ બાબત ને લઇને જોવા મળી રહ્યો હતો.
હાઈવે નું યોગ્ય સમારકામ ન થવાના કારણે નાના મોટા વાહનોન નુકશાન પણ થતું હોવાનું જાણવા મળી રહ્યું હતું.
જોકે કલ્યાણ કંપની દ્વારા હાઇવે માર્ગની યોગ્ય રીતે મરામત કરવામાં આવે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો સમયસર જે જગ્યાએ પહોંચવું હોય તે જગ્યાએ પહોંચી શકે અને અકસ્માતની ઘટના બનતી અટકી શકે તો નવાઈ નહી
Source link