અમદાવાદ હાઈકોર્ટે રિકવરી કેસ મુદ્દે પોલીસને આડે હાથ લીધી છે. રિકવરીના કેસમાં પોલીસે દખલગીરી કરતા હાઈકોર્ટે પોલીસ કામગીરીની ટીકા કરી છે.
અમદાવાદ હાઈકોર્ટે રિકવરી કેસ મુદ્દે પોલીસની કામગીરીની ટીકા કરી છે. રિક્વરી કેસમા પોલીસની દખલગીરીથી અમદાવાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે પોલીસની ટીકા કરતા કહ્યું કે, પોલીસે જે કરવાનુ હોય તે કરે. રિક્વરી કરવાની પોલીસને ક્યાં જરૂર પડે છે.
પોલીસની રિક્વરી કેસમાં દખલગીરી
હાઈકોર્ટે પોલીસ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, શહેરમાં અસામાજિક તત્વો ખુલ્લી તલવાર અને બંદુક લઈને ફરતા હોય છે. ફાઈરિંગની ઘટનાઓ બનતી હોય ત્યારે પોલીસ આવા લોકો સામે કોઈ કાર્યવાહી નથી કરતી. પોલીસ જાણે આવા અસામાજિક તત્વોથી ડરતી હોય તેમ આવા લોકો સામે કોઈ પગલા લેતી નથી. ત્યારે રિક્વરી કેસમાં પોલીસની દખલગીરીથી હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે કહ્યુ કે, પોલીસે રિક્વરી કરવાની કેમ જરૂર પડે છે. આ મામલે હવે પોલીસ વિભાગને શર્મસાર થવાનો વારો આવ્યો છે.
રિકવરી મુદ્દે કોર્ટ સુધી અરજીઓ આવે તે યોગ્ય નહીં: HC
હાઈકોર્ટે પોલીસનો ઉધડો લેતા કહ્યું કે, બીજા બધા કામ કરતા શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમના પર પોલીસ કાર્યવાહી કરે. ત્યાં તો પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને આવા રિક્વરી કેસોમાં પોલીસ રસ દાખવે તે યોગ્ય નથી. પોલીસે પોલીસનુ કામ કરવુ જોઈએ પણ પોલીસ તો રિક્વરીના કામમાં વ્યસ્ત હોય તેમ લાગી રહ્યુ છે. હાઈકોર્ટે પોલીસને ખખડાવતા કહ્યું કે, પોલીસને રિક્વરી કરવાની કેમ જરૂર પડે છે. પોલીસની રિક્વરી મુદ્દે અરજીઓ આવે તે યોગ્ય નથી.
Source link