ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી રિંકુ સિંહ બીજી અને ત્રીજી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને આખી સિરીઝમાંથી બહાર રહેવું પડશે. તેમના સ્થાને રમણદીપ સિંહ અને શિવમ દુબેનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સામે આવ્યું એક મોટું કારણ
નીતિશ કુમાર રેડ્ડી 24 જાન્યુઆરીએ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન તેને સાઇડ સ્ટ્રેઇન ઇજા થઈ હતી. તે વર્તમાન T20 સિરીઝમાંથી બહાર છે. 22 જાન્યુઆરીના રોજ પહેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રિંકુ સિંહને કમરના નીચેના ભાગમાં ઈજા થઈ હતી. આ પરિસ્થિતિમાં, તે બીજી અને ત્રીજી T20માંથી પણ બહાર છે. હાલમાં BCCI મેડિકલ ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે.
આ બંનેની જગ્યાએ શિવમ દુબે અને રમણદીપને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. દુબેએ રણજી ટ્રોફીમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. જ્યાં જમ્મુ અને કાશ્મીર સામે તેનું બેટ કામ ન આવ્યું. તે બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો. બંને ઇનિંગ્સમાં તેનું ખાતું ખુલ્યું ન હતું.
ઇંગ્લેન્ડ સામેની T20I સિરીઝ માટે લેટેસ્ટ ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (C), અક્ષર પટેલ (VC), સંજુ સેમસન (WK), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (WK), શિવમ દુબે, રમનદીપ સિંહ.
બીજી મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.