મોરબીમાં ભાજપ આગેવાનો વચ્ચે આંતરિક જુથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. વારંવાર ક્યાંકને ક્યાંક ભાજપના જ આગેવાનો એકબીજા સામે આક્ષેપો કરતા રહે છે, આવો જ એક વધુ ગંભીર આક્ષેપ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર ભાજપના જ એક આગેવાન તરફથી કરવામાં આવ્યો છે.
ભાજપના મોરબીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા
ભાજપમાં વકરેલો આ જુથવાદ આવનાર સમયમાં મોરબી જિલ્લામાં ભાજપને ખુબ મોટા નુકસાનનું કારણ બને તો પણ નવાઈ ના કહેવાય. મોરબીની ભાજપ શાસિત જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરોયા દ્વારા આજે એક પત્રકાર પરિષદ કરીને ભાજપના મોરબીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, આજે મોરબીમાં એક જિલ્લા પંચાયતનો કાર્યક્રમ હતો. જેમાં આંગણવાડી અને સ્કુલના ઓરડાનું લોકાર્પણ કરવાનું હતું, જેની આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના ચેરમન અજય લોરિયાનું નામ નહીં હોવાથી કિન્નાખોરીનો આક્ષેપ કરવા માટે અજય લોરિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
અજય લોરિયાએ કાંતિ અમૃતિયાને ધારાસભ્ય માનતા જ નહીં હોવાનું જણાવ્યું
જેમાં અજય લોરિયા દ્વારા ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે ગંભીર આક્ષેપ કર્યા છે, મોરબી ભાજપમાં ચાલતા જુથવાદનો મીડિયા સામે સ્વીકાર કર્યો છે, અજય લોરિયાએ તો તે કાંતિ અમૃતિયાને ધારાસભ્ય માનતા જ નહીં હોવાનું જણાવ્યું હતું. નવરાત્રિના આયોજન વખતે અજય લોરિયાની નવરાત્રિ બગડવા માટે કાંતિ અમૃતિયાએ મંડપ ડેકોરેશન વાળાને અજય લોરિયાનું કામ નહીં કરવા કહ્યું હતું એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો ધારાસભ્ય મોરબીમાં બીજા કોઈને મોટા નહીં થવા દેવા માગતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે, જેને લઈને મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
Source link