GUJARAT

વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં પીવાના પાણીનો મુદૃો ઊછળ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ઈ-ખાતમુર્હુત અને લોકાર્પણના કામોનો કાર્યક્રમ સોમવારે સવારે પંડીત દીનદયાળ હોલમાં ચાલતો હતો. જેમાં રાજયના વન અને પર્યાવરણ મંત્રી સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. ત્યારે ચાલુ કાર્યક્રમે પીવાના પાણી અંગેની રજુઆત થતા ચકચાર મચી હતી. પોલીસ તુરંત રજુઆત કરનારને બહાર લઈ ગઈ હતી અને ટીંગાટોળી કરી બી ડીવીઝન પોલીસ મથકે લઈ જઈ તેને ડીટેઈન કરાયો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7-10-21ના રોજ રાજયના મુખ્યમંત્રી તરીકે શપણ લીધા હતા. ત્યારે સમગ્ર રાજયમાં હાલ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગરના પંડીત દીનદયાળ હોલમાં વિવિધ પ્રકલ્પોના ઈ-ખાતમુર્હુત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જિલ્લામાં રસ્તા, શાળા, બ્રીજ સહિતનાઓનું રૂપીયા 37 ખર્ચે થનાર કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયુ હતુ. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કલેકટર કે.સી.સંપત, પાલીકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમ દરમીયાન વન મંત્રી સ્પીચ આપતા હતા ત્યારે જ સંત સવૈયાનાથ નગર અને ઠાકર નગરમાં છેલ્લા 3 માસથી પીવાનું પાણી ન આવતી હોવાની રજુઆત અમૃતભાઈ મકવાણાએ કરી હતી. ચાલુ કાર્યક્રમે પીવાના પાણીની રજુઆત થતા પાલીકાની પોલ છતી થઈ હતી. અને મુળુભાઈ બેરાએ સમસ્યા હલ થઈ જશે તેમ જણાવ્યુ હતુ. ત્યારે જ બી ડીવીઝન પીઆઈ એમ.એચ.પઠાણ, પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનાઓ અમૃતભાઈ મકવાણાને હોલમાંથી બહાર લઈ ગયા હતા. હોલના પ્રાંગણમાં અમૃતભાઈએ બેસી જવાની જીદ પકડતા તેઓએ ટીંગાટોળી કરી પોલીસ વાનમાં પોલીસ મથકે લઈ જવાયા હતા અને તેઓને ડીટેઈન કરાયા હતા. ચાલુ કાર્યક્રમે પીવાના પાણીની રજુઆત શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button