એન્ટરટેઇનમેન્ટ

‘The Kerala Story’ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ ભારે વિરોધ, હવે FTII વિદ્યાર્થી સંગઠને વાંધો ઉઠાવ્યો

The Kerala Story: તાજેતરમાં 7મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મોને આપવામાં આવ્યો છે.

ફિલ્મ ‘The Kerala Story’ ને પણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. દિગ્દર્શક સુદીપ્તો સેનને ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઘણા દર્શકો આનાથી ખુશ છે. પરંતુ, તે જ સમયે, વિરોધના અવાજો પણ શરૂ થયા છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ફિલ્મને બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ સિનેમેટોગ્રાફી પુરસ્કારો મળવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ઘણા અન્ય નેતાઓએ પણ વિરોધ કર્યો છે. હવે FTII વિદ્યાર્થી સંગઠને પણ તેની નિંદા કરી છે.

FTII વિદ્યાર્થી સંગઠને કર્યો વિરોધ

સમાચાર એજન્સી અનુસાર, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થી સંગઠને ‘The Kerala Story’ ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવાના નિર્ણયની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે ફિલ્મને સરકાર દ્વારા સમર્થિત માન્યતા માત્ર નિરાશાજનક જ નહીં પણ ખતરનાક પણ છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ દ્વારા કેરળમાં બળજબરીથી ધર્માંતરણ અને મહિલાઓની ભરતીની વાસ્તવિકતા દર્શાવવામાં આવી હતી. આ અંગે ઘણો વિવાદ થયો હતો.

‘આ ફિલ્મ નથી, એક હથિયાર છે’

FTII વિદ્યાર્થી સંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ નથી પણ એક હથિયાર છે. તેમણે કહ્યું, “રાજ્યએ ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જો સિનેમાના નામે કોઈ પ્રચાર તેના બહુમતીવાદી, નફરતથી ભરેલા એજન્ડા સાથે મેળ ખાય છે, તો તે તેને પુરસ્કાર આપશે.

‘The Kerala Story’ કોઈ ફિલ્મ નથી, તે એક હથિયાર છે. તે એક ખોટી વાર્તા છે જેનો હેતુ મુસ્લિમ સમુદાયને બદનામ કરવાનો અને સમગ્ર રાજ્યને બદનામ કરવાનો છે જે ઐતિહાસિક રીતે સાંપ્રદાયિક સંવાદિતા, શિક્ષણ અને પ્રતિકાર માટે ઉભું રહ્યું છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button