- ‘અનુપમા’ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે
- સુધાંશુ પાંડેએ રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ છોડી દીધો છે
- સુધાંશુ પાંડે સિરિયલમાં ‘વનરાજ શાહ’નું પાત્ર ભજવી રહ્યો છે
‘અનુપમા’ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. સુધાંશુ પાંડેએ શો છોડી દીધો છે. સુધાંશુ આ શોમાં મુખ્ય વિલન વનરાજ શાહની ભૂમિકા ભજવી રહ્યો હતો. સુધાંશુએ પોતે આ માહિતી આપી છે. સુધાંશુ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો અને તેના ફેન્સને આ સમાચાર આપ્યા. તેને તેના ફેન્સને એ પણ કહ્યું કે તે ચાર વર્ષ પછી આ શોને કેમ અલવિદા કહી રહ્યો છે.
વીડિયોમાં સુધાંશુએ શું કહ્યું?
સુધાંશુએ કહ્યું, “હું છેલ્લા ચાર વર્ષથી દરરોજ તમારા ઘરે ડેઈલી સોપ દ્વારા પહોંચું છું. હું એક એવું પાત્ર ભજવી રહ્યો છું જેના માટે મને ઘણો પ્રેમ કે નારાજગી મળી છે, પરંતુ એ રોષ પણ એક રીતે પ્રેમ જ છે. જો તમે મારા પાત્રથી ગુસ્સે ન થયા હોત તો મને લાગશે કે હું તે પાત્ર યોગ્ય રીતે ભજવી શકતો નથી.
સુધાંશુનો આ હતો છેલ્લો એપિસોડ
સુધાંશુએ વધુમાં કહ્યું હતું કે, “ભારે હૃદય સાથે હું તમને બધાને કહેવા માંગુ છું કે હું હવે ‘અનુપમા’ શોનો ભાગ નથી. રક્ષાબંધન એપિસોડ મારો છેલ્લો એપિસોડ હતો. આટલા દિવસો વીતી ગયા હતા, તેથી મને લાગ્યું કે મારા દર્શકો કદાચ મારા પર ગુસ્સે થશે કે મને કહ્યા વિના આ કેવી રીતે ચાલ્યો, તેથી મને લાગ્યું કે આ વાત તમને બધાને જણાવવી મારી જવાબદારી છે.”
બેન્ડ ઓફ બોયઝના કારણે છોડી દીધો શો
તમને જણાવી દઈએ કે સુંધાંશુએ પોતાનો શો છોડવાના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આપ્યા છે. તેને પોતાના બેન્ડ વિશે પણ વાત કરી. તેને કહ્યું કે ‘લાંબા સમય પછી ‘બેન્ડ ઓફ બોયઝ’ પાછું આવ્યું છે અને અમારા પહેલો વીડિયો ગીતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું ઈચ્છું છું કે તમે અમારા અન્ય ગીતોને પણ આ જ રીતે પ્રેમ આપતા રહો. વધુ 2 વીડિયો આવી રહ્યા છે. તે અલગ ઝોનમાં જશે. મને આશા છે કે તમને અમારા બેન્ડના ગીતો ગમશે કારણ કે આ વખતે અમે તમને અમારી પોતાની એક એવી બાજુ બતાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.