ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ઉપરના પીપળીના પાટીયા પાસેની હોટલની પાછળ ટેન્કરોમાંથી ગેરકાયદેસર ખાધ્યતેલ કાઢતા હોવાની બાતમીના આધારે સી.આઇ.ડી.ક્રાઇમની ટીમે રેડ કરી તેલ ભરેલા ટેન્કરો,ટેન્કરમાંથી કાઢેલા તેલના બેરલ સહિતનો મુદમાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર માલવણ વિસ્તારના વર્ષોથી ચાલુ વાહને ચોરી,લોખંડચોરી અને આવા તેલ કે કેમીકલ ચોરી માટે પંકાયેલો છે. ત્યારે ધ્રાંગધ્રા-મલાવણ હાઇવે ઉપરના પીપળી ગામના પાટીયા પાસે આવેલી રામદેવહોટલની પાછળ ગેરકાયદેસર ખાધ્યતેલનો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે સી.આઇ.ડી.ક્રાઇમની ટીમે રેડ કરી હતી.રેડ દરમ્યાન તેલના મુંદ્રાથી આવેલા ટેન્કરોમાંથી પ્લાસ્ટીકના 200 લીટરના બેરલોમાં તેલ કાઢતા હોવાનું ઝડપાયુ હતુ.પોલીસે તેલ ભરેલા ટેન્કરો,કાર,પ્લાસ્ટીકના બેરલો ભરેલો ટેમ્પો,મોબાઇલ મળી કુલ 1.57કરોડ રૂપીયાનો મુદમાલ જપ્ત કરી 13 શખ્સો અને નામ ખુલે એ તમામ સામે સી.આઇ.ડી.ક્રાઇમ રાજકોટમાં પોલીસ ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ બજાણા પી.આઇ.સહિતની કોની કોની મીલીભગતથી ગેરકાયદેસર તેલનો વેપલો ચાલતો હોવાથી આ બાબતની સુરેન્દ્રનગર એસ.પી.એ તપાસ સોંપી જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવતા પોલીસ બેડમાં દોડધામ મચી ગઇ છે. સાથે ખાધ્યતેલનો ગેરકાયદેસર વેપલો અટકાવવા જવાબદાર પુરવઠા વિભાગ સહિતના પાટડી વિસ્તારના સ્થાનીક તંત્રની પણ મીલીભગતની આશંકા સેવાઇ રહી છે.ખાદ્યતેલ માટે ટેંકર ચાલકોનો સંપર્ક કરી હોટેલે ઊતારી વેચવાનો મુખ્ય આરોપી નરેદ્રસીહ જાડેજા અને ત્રણ મજુરોને ઝડપી રાજકોટ લઇ જઈ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે બાકીનાની તપાસ હાથ ધરી છે.
તેલ કારોબારના આરોપીઓનાં નામ (1 )અજમલ બાજુજી કોળી રહે.પીપળી (2) મહેબુબ બાબુભાઇ સુમરા રાજકોટ (3) નરપત રાજાજી ઠાકોર રહે.પીપળી 4) પ્રવિણ બાજુજી ઠાકોર રહે.પીપળી (5) ગજરાજસીંગ રાવત રાજસ્થાન (6) મનીષભાઇ પટેલ રાજકોટ (7) વાય.બી.જાડેજા યુવરાજસીહ રાજકોટ (8) સુરેશ રામગોપાલ ગાંધીધામ (9) રઝાકભાઇ રાજકોટ (10) વિશાલભાઇ રાજકોટ (11) નરેન્દ્રસિંહ બાપાલાલજાડેજા મોરબી (12) ટેન્કર ચાલક (13) ટેન્કર ચાલક અને તપાસમાં સંડોવણી ખુલે એ તમામ
સ્થાનીક અધિકારી શંકાના દાયરામાં બજાણા પી.આઇ.હાજર થયા બાદ શરૂ થયેલા ખાધ્યતેલના કારોબારનો પર્દાફાસ થતા બજાણા પી.આઇ.ની બેદરકારી સાથે પાટડી પુરવઠા વિભાગ અને પાટડી ડેપ્યુટીકલેકટર કે મામલતદાર સહિતના સ્થાનીક અધિકારીઓને હાઇવે ઉપર ચાલતો તેલનો કાળોકારોબાર ન દેખાતા પાટડી તાલુકાના સ્થાનીક અધિકારીઓની બેદરકારી કે મીલભીગત દેખાઇ રહી છે.
સુરેન્દ્રનગર એસ.પી.ની કાર્યવાહી સામે સૌની નજર બે દિવસ પહેલા જ પાટડીના વડગામ પાસે થયેલી વીજીલન્સની રેડમાં સ્થાનીક પોલીસ સહિતના સ્ટાફની સંડોવણી ખુલતા એસ.પી..એ પાંચને સસ્પેન્ડ અને પી.એસ.આઇ.ની બદલી કરી દીધા બાદ પાટડી તાલુકામાં જ બજાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સી.આઇ.ડી.ક્રાઇમની ટીમે ગેરકાયદેસર તેલના કારોબારનો પદાર્ફાસ કરતા સુરેન્દ્રગર એસ.પી.ગીરીશ પંડયાએ તપાસ બાદ કડક કાર્યવાહી જણાવતા બજાણા પી.આઇ.સહિત કોની કોની સામે કાર્યવાહી થાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
Source link