મોરબીમાં સોમવારે થયેલી વાવડી ચોકડી અને કંડલા બાયપાસ રોડ પર હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને જેમાં કામ કરવા અંગે માથાકૂટમાં પથ્થરના ઘા મારી યુવાનની હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે.
સેલ્સ એજન્સીના સંચાલકે ફરિયાદ નોંધાવી
મોરબી શહેર નજીક આવેલા બાયપાસ પાસે બે દિવસ પહેલા મૂળ પોરબંદરના ઓડદર ગામના વતની અને રાધિકા સેલ્સ એજન્સીમાં વેફરના હોલસેલ ફેરા કરતા યુવક રાજેશ કાંતિલાલ જોશીની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી દેવાયેલી હાલતમાં લાશ મળી હતી. આ ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં મૃતકના શેઠ અને રાધિકા સેલ્સ એજન્સીના સંચાલક નિખિલ શિવલાલભાઈ બારેજીયાએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી
મોરબી પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને આરોપી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રૂટ પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ઘટના સ્થળની આસપાસ એક શંકાસ્પદની હરકત જોવા મળી હતી, જેમાં આરોપીના ફૂટેજથી પોલીસે ફરિયાદી યુવકને બતાવતા આ શખ્સને ઓળખી બતાવ્યો હતો. આ શખ્સનું નામ યશપાલસિંહ ભગીરથ સિંહ જાડેજા હોય અને અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમાં હાલ રાજેશ જોષી જે રૂટ પર વાહન ચલાવતો હતો, તે રૂટ પર એજન્સીનું વાહન ચલાવતો હતો.
વેફર્સ અને નમકીનની ફેરી મારતા યુવાનની હત્યા
મોરબી એ ડિવિઝન પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી હતી અને તેને ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ખુલાસો કર્યો હતો. આરોપી યશવંત સિંહ અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમાં રાજેશ જે રૂટ પર વાહન ચલાવે છે, તે રૂટ પર અગાઉ વાહન ચલાવતો હતો. પરંતુ મેડિકલ કારણોસર તેને કામગીરી છોડી દીધી હતી. જો કે ફરીથી આ કામગીરી શરૂ કરવા માગતો હોય, પરંતુ રાજેશ જોશીએ કામગીરી છોડવાની ના કહેતા જેથી તેણે વાવડી ચોકડી પાસે ભેગા થયા હતા. જ્યાં બંને વચ્ચે ઝઘડો થતાં આરોપી યશપાલસિંહ જાડેજાએ પથ્થરના ઘા મારી રાજેશની હત્યા કરી નાખી હતી. આરોપીની કબૂલાતના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Source link