ગુજરાત હાઇકોર્ટ ખાતે નવી 21 કોર્ટો, સ્ટાફ્-રેર્ક્ડ માટે વધારાની વહીવટી બિલ્ડીંગ સહિતના નવા સંકુલના ભૂમિપૂજન, જયુડીશીયલ રીક્રિએશન સેન્ટર, આઇટી સેલ બિલ્ડિંગ સહિતના જુદાજુદા પ્રોજેકટનું આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિત હાઇકોર્ટના અન્ય જજીસ, ન્યાયતંત્રના પદાધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજયના મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ પ્રાંગણમાં નવી 21 કોર્ટો બનવાથી કાયદાકીય પ્રક્રિયા ઝડપી, સરળ અને વધુ અસરકારક બનશે. કામના સ્થળનુ હકારાત્મક વાતાવરણ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતામાં વધારો કરશે. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે નવી 21 કોર્ટોના બિલ્ડીંગ અંગેના ખાતમુહૂર્તને આવકારતાં જણાવ્યું કે, એક વિશાળ બિલ્ડીંગમાં નવી 21 કોર્ટો સમાવિષ્ટ હશ, જેમાં લીફ્ટ્, વોટર કુલર, સાનુકૂળ જગ્યા, હાઇજેનિક ટોઇલેટ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ હસે. કામના સ્થળનું ફિઝિકલ વાતાવરણ પણ કર્મચારીઓ પર અસર કરતુ હોય છે અને તેમની માનસિકતાને પ્રભાવિત કરતા હોય છે ત્યારે નવા સંકુલના આયોજનથી હકારાત્મક વાતાવરણ પેદા થશે, જે કર્મચારીઓની કામ કરવાની ક્ષમતા અને ઉત્સાહમાં વધારો કરશે. તેમણે ઉમેર્યું કે, હાઇકોર્ટમાં રીક્રિએશન સેન્ટર પણ બનવા જઇ રહ્યું છે., જે જજિસને ફેમિલી સાથે સ્ટ્રેસફૂલ લાઇફ્માંથી રાહત આપશે. ચીફ્ જસ્ટિસે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના પડકારો વિશે પણ વાત કરી હતી.
Source link