પાલીતાણા શહેરમાંથી પસાર થતી ખારો નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલીતાણા શહેરમાં પસાર થતી ખારો નદીમાં પાલીતાણા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા દૂષિત પાણી છોડાઈ રહ્યું છે.
દૂષિત પાણી નદીમાં ના છોડવામાં આવે તેવી માગ
જેને લઈને પાલીતાણાના સ્થાનિક આગેવાનો સહિત અનેક લોકો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દૂષિત પાણી છોડવામાં ન આવે તેવી માગ કરવામાં આવી છે. આ ખારો નદીનું પાણી ખેડૂતો તેમજ અનેક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, જેમાં સોનપરી, જામવાળી, પાણીયાળી સહિતના ગામો આ પાણીથી ખેતી કરતા હોય છે.
વિપક્ષ દ્વારા પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી
ત્યારે દૂષિત પાણી ન છોડવા માગ કરવામાં આવી છે, ત્યારે પાલીતાણા શહેરમાં દૂષિત પાણીને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા પણ જોવા મળી રહી છે, પાલીતાણા શહેરમાં ખારો નદીમાં ગટરના ગંદા દૂષિત પાણી તંત્ર દ્વારા છોડવામાં આવી રહ્યું છે, ત્યારે વિપક્ષ દ્વારા પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે.
પાલિકાના સત્તાધીશોએ કર્યો લૂલો બચાવ
સમગ્ર મામલે પાલિકાના સત્તાધીશોને મીડિયા દ્વારા સવાલો કરવામાં આવતા લુલો બચાવ કરવામાં આવ્યો છે. જેમાં પાલિકાના ઉપપ્રમુખ અમિત પ્રબતાણીએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે મીડિયાના માધ્યમથી આ ઘટનાની જાણ થઈ છે, તેમાં ડ્રેનેજ વિભાગ તેમજ જવાબદાર અધિકારીને આ બાબતે ધ્યાન દોરીશું અને આ ઘટના કઈ રીતે ઘટી છે તે અંગે તપાસ કરાવીશું, ત્યારે પાલિકાના સત્તાધીશોએ આ રીતે લૂલો બચાવ કર્યો હતો.
Source link