ઉત્તર ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,હોસ્ટેલમાં રાત્રે ખેલાડીઓએ દારૂની મહેફિલ માણી હતી અને ત્યારબાદ બબાલ કરી હોવાની વાત સામે આવી છે,બાસ્કેટ બોલની ટુર્નામેન્ટ માટે આવેલા ખેલાડીઓએ રાત્રે દારૂની મહેફિલ માણી હતી અને ત્યારબાદ હોસ્ટેસ કેમ્પસમાં ધમાલ મચાવી હતી.
આણંદના ખેલાડીઓ દારુની મહેફિલ કરતા ઝડપાયા
ઉત્તર ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ મોડી રાત્રે ખેલાડીઓ માણી રહ્યા હતા અને દારૂ પીધા બાદ તેઓ તેમનું ભાન પણ ભૂલી ગયા હતા અને દાદાગીરી કરતા જોવા મળ્યા હતા,ખેલાડીઓને HNGUની હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા અને રેક્ટરે અટકાવતા ખેલાડીઓએ તેમની સાથે પણ કરી હતી દાદાગીરી તો રેક્ટર પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરતા રેકટર પણ ત્યાથી ભાગી ગયો હતો અને આ મામલે પોલીસે હજી કોઈ કાર્યવાહી કરી નથી તમામ ખેલાડીઓ આણંદના છે.
સ્ટાફના અન્ય લોકોએ આવીને ખેલાડીઓને ઝડપ્યા
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી હતી,પોલીસે ગુનો નોંધ્યો નથી અને તપાસ ચાલુ છે દારૂ કયાંથી આવ્યો તેને લઈ પોલીસે પણ તપાસ હાથધરી છે.આણંદથી આવેલા ખેલાડીએ નશો કરીને કાર ચઢાવવાનો પ્રયાસ કરતા આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને રેકટરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.નબીરાઓ દારૂ પીને પોતાની મસ્તીમાં હતા અને તેમને કંઈ ભાન પણ હતું નહી.
પોલીસે નોંધવી જોઈએ ફરિયાદ
આ સમગ્ર મામલે પોલીસે હજી કોઈ ફરિયાદ નોંધી નથી અને આરોપીઓની સામે ફકત તપાસ જ હાથધરી છે,ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધે તેવી રેકટરની અને અન્ય લોકોની પણ માગ છે,આ મામલે યુનિવર્સિટી તરફથી પણ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી,આવી રીતે દારૂ પીને ધમાલ મચાવી એ કેટલા અંશે યોગ્ય છે ? કાર ચઢાવીને કોઈ માણસનો જીવ જતો રહ્યો હોત તો કોણ જવાબદાર રહેત એ પણ એક સવાલ છે,આવા ખેલાડીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરો અને ગુનો નોંધો એટલે બીજીવાર આવું કરતા અટકી જાય.
Source link