મોરબીમાં બે જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. આ ચોરીને અંજામ આપનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસે 200થી વધુ સીસીટીવીની કરી તપાસ
મોરબીમાં મે અને જૂન મહિનામાં ઈન્દિરાનગર તથા વિશિપરા વિસ્તારમાં મકાનમાં થયેલી ચોરીનો બનાવ બન્યો હતો. અનુક્રમે રૂપિયા 1.67 લાખ અને રૂપિયા 1.21 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમોએ તપાસ કરી હતી. આરોપીઓ બંધ મકાનની પહેલા રેકી મોટર સાયકલ પર ફરીને કરતાં અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા.
આરોપીએ બંને ઘરમાં ચોરી કર્યાની કબુલાત કરી
જે બનાવમાં પોલીસે શકમંદોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી અને તે દરમિયાન જામનગરથી પીપળીયા ચાર રસ્તાથી મોરબી તરફ એક શખ્સ આવી રહ્યો છે અને આ બાતમીના આધારે પોલીસે નવલખી ફાટક પાસે વોચ ગોઠવી હતી અને નંબર પ્લેટ વગરના લાલ પટ્ટા વાળા બાઈક ચાલકને રોકી તેની પૂછપરછ કરતા પોતાનું નામ સોનું સિંહ શેર સિંહ ખિરચી (ચીખલીગર શીખ) તેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેને અન્ય બે સાગરીતો સાથે મળી આ બંને ઘરમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી, આરોપી પાસેથી રૂપિયા 21,092ની કિંમતના સોનાના દાગીના અને બાઈક મળી 56,092 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા તે મુદ્દામાલ જપ્ત કરી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
વડોદરાના કરજણમાં જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
વડોદરાના કરજણમાં જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. LCBએ ગરાસીયા ગેંગના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના લાલારામ સોહન, સુનીલાલ સીસોદીયાને પોલીસે ઝડપી પાડ્યા છે. તમને જણાવી દઈએ કે આરોપીઓએ મંદિરમાંથી રૂપિયા 4.85 લાખની ચોરી કરી હતી. અન્ય 9 આરોપીઓને ઝડપી લેવા માટે પણ તજવીજ શરુ કરી છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. આ ગેંગે ગુજરાતના અનેક મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.
Source link