ખોખરામાં આવેલા રાજ્ય સરકારના સ્પોર્ટ્સ સંકુલની બહાર લાંબા સમયથી દબાણ રહેલું હતું. જેના અંગે સંદેશ દ્વારા 8 નવેમ્બરના રોજ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેના પગલે AMC દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહીં ઘણાં સમયથી ભંગારનું બજાર અને પાથરણાવાળા લોકો ઉભા રહેતા હતા. જેના પર સંદેશના અહેવાલ બાદ કાર્યવાહી કરતાં અહીં રહેલા લોકોનો સામાન સહિતની તમામ વસ્તુઓ બુલડોઝરની મદદથી હટાવી દેવામાં આવી છે. જેના હટાવવા અંગેની અરજીઓ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી પણ AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાનું સ્પોર્ટસ સંકુલે જણાવ્યું હતું. આ પછી સોમવારે પહેલાં ત્યાં રહેલા લોકોને હટાવવામાં આવ્યા છે અને ત્યાર બાદ મંગળવારે બુલડોઝરની મદદથી સામાન હટાવીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. આ અંગે સ્પોર્ટસ સંકુલના અધિકારીએ જણાવ્યું કે, અહીં બહાર છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદેસર દબાણ ઉભું થઈ ગયું હતું. તેમજ એક ગેટ પાસેનું દબાણ દૂર થવાના કારણે આગામી દિવસમાં યોજાનારી રાજ્ય કક્ષાની ઈવેન્ટ માટે પણ રાહત મળી છે. આ દબાણ દૂર થવાના કારણે અહીં આવનાર લોકોને પણ રાહત મળશે.
Source link