ગોધરા શહેરમાં આવેલ સિંગલ ફ્ળીયા ગરનાળામાં વર્ષોવર્ષથી ચોમાસા દરમિયાન પાણી ભરાતા હોય છે. જેને લઇ રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. ચોમાસામાં ટુ-વ્હીલર થ્રી-વ્હીલર લઈને પસાર થવું મુશ્કેલ બને છે. અહીં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહન પસાર થઈ શકતું નથી.
શહેરા ભાગોળ ફટક હાલ બંધ હોવાને કારણે ત્યાંથી પણ વાહનો પસાર થતાં નથી. જેના કારણે ગોધરા બસ-સ્ટૉપ અને ભુરાવાવ ચોકડી વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફ્કિની સમસ્યાઓ સર્જાય છે. શહેરના સિંગલ ફળિયા રેલવે ગરનાળુ શહેરના બે ભાગને જોડતું મહત્વનું ગરનાળુ છે ગરનાળાની બીજી બાજુ સૌથી મોટું કબાડી માર્કેટ સીમલા હબ છે. શહેરના મુસ્લિમ સમાજના યુવાનો આ સીમલા ઓટો હબ અને કબાડી માર્કેટ માંથી રોજગારી મેળવે છે. ગરનાળાની પેલે પાર ડોકટરના મુવાડા, હમિરપુર બગીડોળ, મહેલોલ, શામલી બેટીયા, ભામૈયા સહિત અમદાવાદને જોડતો માર્ગ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ લોકો આ ગરનાળાનો ઉપયોગ કરે છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા લોકોને અન્ય રસ્તે શહેરમાં પ્રવેશ કરવો પડે છે. જેથી સમય વેડફતો હોય તેમજ ટ્રેન છૂટી જવાનો પણ ભય સ્હોય છે. વર્ષોથી ગરનાળામાંથી ચોમાસામાં ભરાઇ રહેતા વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક સામાજિક અને મુસ્લિમ આગેવાનો દ્વારા ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજી ને લેખિત, મૌખિક તેમજ સોશ્યલ મીડિયા મારફ્તે રજુઆત કરાઈ હતી.જેના ભાગરૂપે આજે ધારાસભ્યના પૂત્ર માલવદિપ સિંહ રાઉલજી પાલિકા પ્રમુખ જયેશ ભાઈ ચૌહાણ આર & બી તેમજ પાલિકાના અલગ અલગ વિભાગના અધિકારીઓની ટીમે નીરીક્ષણ કર્યું હતું અને સમસ્યાનું કઈ રીતે નીવારણ આવે તે અંગે ચર્ચા કરી હતી.
વેપારીઓ અને રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે
ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પૂત્ર માલવદિપ સિંહ રાઉલજી પાલિકા પ્રમુખે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી. સ્થાનિકો અને વેપારીઓએ જણાવ્યું હતું કે પાલિકા અને રેલવે વિભાગને સમસ્યાનો કાયમી નિકાલ માટે વારંવાર રજૂઆત કરેલ છે. આ સમસ્યાઓનાં કારણે શહેરના વેપાર-ધંધા ઉપર તેમજ રાહદારીઓ તેમજ રેલ્વેના મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.
Source link