SPORTS

RCBના બેટ્સમેને કર્યો કમાલ, ટીમને 5મી ઓવરમાં જ અપાવી જીત

  • સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ અને ઈસ્ટ દિલ્હી રાઈડર્સ વચ્ચે મેચ
  • દિલ્હી રાઈડર્સે દિલ્હી કિંગ્સને આસાનીથી 10 વિકેટે હરાવ્યું
  • સેન્ટ્રલ દિલ્હીની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી

દિલ્હી પ્રીમિયર લીગની બીજી મેચ સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ અને ઈસ્ટ દિલ્હી રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સે સેન્ટ્રલ દિલ્હી કિંગ્સને આસાનીથી 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી સેન્ટ્રલ દિલ્હી 8.1 ઓવરમાં માત્ર 61 રન જ બનાવી શકી ન હતી. જવાબમાં ઈસ્ટ દિલ્હીએ આ લક્ષ્યાંક માત્ર 4.1 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.

સેન્ટ્રલ દિલ્હીની સંપૂર્ણ ફ્લોપ

સેન્ટ્રલ દિલ્હીની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. કોઈપણ બેટ્સમેન ટકી શક્યો ન હતો અને લાંબી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. હિમાંશુ ચૌહાણ અને સિમરજીત સિંહની બોલિંગ સામે આખી ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી. કેપ્ટન યશ ધુલ પણ કંઈ અદભૂત કરી શક્યો ન હતો. તેણે 5 બોલમાં માત્ર 13 રન બનાવ્યા હતા. આ સિવાય જોન્ટી સિદ્ધુએ 9 બોલમાં 15 રન અને હિતેન દલાલે 14 બોલમાં 16 રન બનાવ્યા હતા. જોકે, બાકીના બેટ્સમેન એક પછી એક પડ્યા અને ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી.

ઈસ્ટ દિલ્હીએ મેળવી જીત

ઈસ્ટ દિલ્હી માટે હિમાંશુ ચૌહાણે 2 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. સિમરજીત સિંહે 2 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રૌનક વાઘેલાએ પણ 21 રનમાં 2 વિકેટ ઝડપી હતી. ઈસ્ટ દિલ્હીને લક્ષ્યનો પીછો કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. અનુજ રાવત અને કેપ્ટન હિંમત સિંહે એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટીમને ખૂબ જ સરળતાથી જીત અપાવી હતી. અનુજ રાવતે 12 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 25 રન બનાવ્યા હતા. જ્યારે હિંમત સિંહે 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. માત્ર 4.1 ઓવરમાં બંનેએ ટીમને ખૂબ જ સરળતાથી લક્ષ્ય સુધી પહોંચાડી દીધું હતું.

રિષભ પંત ફ્લોપ

ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ દિલ્હી પ્રીમિયર લીગમાં પણ રમી રહ્યા છે. આ લીગની પ્રથમ મેચ રિષભ પંતની ટીમ સાથે હતી, જેમાં પંત ફ્લોપ રહ્યો હતો અને તેની ટીમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button